ટંકારાના હડમતિયા ગામે કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને તાલીમ અપાઈ
ટંકારા તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ: વાહકજન્ય રોગ અટકાવવા ઝુંબેશ
SHARE
ટંકારા તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ: વાહકજન્ય રોગ અટકાવવા ઝુંબેશ
ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ, સાવડી, નેસડા(ખા), નેકનામ દ્વારા હાઉસ ટુ હાઉસ સધન સર્વેલન્સ બીજા રાઉન્ડ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી ચાલુ કરવામાં આવી ઘરોમાં તેમજ જે તે સ્થળો પર ભરાયેલ પાણી દૂર કરવામાં આવ્યા હતા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મલેરિયા મુક્ત ગુજરાત ઉદેશને સાકાર કરવા વાહકજન્ય રોગો અટકાવા માટે મોરબી જીલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા સાહેબ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે જીલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી. વી. બાવરવા ની સૂચના મુજબ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી. બાવરવા તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેષ કે. ના માર્ગદર્શન હેઠળ વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ધનિષ્ટ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સધન સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી તા 20 સુધી ઝુંબેશના રૂપમાં કરવામાં આવશે અને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું પાણીના પાત્રો ઢાંકીને રાખવા, અઠવાડિક ઘસીને સાફ કરવા માટે જનજાગૃતી કરવામાં આવી હતી.