ટંકારા તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ: વાહકજન્ય રોગ અટકાવવા ઝુંબેશ
લાયન્સ કલબ અને લિયો ક્લબમોરબી સીટી દ્વાર વિનામૂલ્યે નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો
SHARE
લાયન્સ કલબ અને લિયો ક્લબમોરબી સીટી દ્વાર વિનામૂલ્યે નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો
લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને લિયો કલબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા દાતા કેશુભાઈ દેત્રોજા (મેતાજી)નાં આર્થિક સહયોગથી પીપળીયા ચાર રસ્તા પાસે, જયદીપ કોમલેક્ષ ખાતે વિના મૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ તેમજ હાડકાના તમામ રોગોનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જેમાં આશરે ૧૧૦ વ્યક્તિઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી આંખનાં મોતિયાનાં ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી મહારાજ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.જ્યારે સાંધાના દુઃખાવા કે હાડકાના ઓપરેશન માટે આયુષ હોસ્પિટલના સર્જન ડો.પાસે મોકલવામાં આવ્યા હતા.અતિ વરસાદનાં કારણે કેમ્પમાં પધારેલ તમામ માટે ચા-પાણી અને જમવાની વ્યવસ્થા કેમ્પ સ્થળ ઉપર જ કરવામાં આવી હતી.આ કેમ્પની શરૂઆત સદગુરૂ દેવ રણછોડ દશજી બાપુની આરતી અને દીપ પ્રાગટ્ય કેમ્પના દાતા લાયન્સ ક્લબ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા અને સર્વે લાયન મેમબર અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા સેકેટરી ટી.સી.ફૂલતરિયા, ખજાનચી મણિલાલ કાવર, ધનજીભાઈ નાયકપરા, મહાદેવભાઈ ચીખલિયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, રશ્મિકાબેન રૂપાલા, જયેશભાઈ સંઘાણી તેમજ લિયો સેક્રેટરી બંસી રૂપાલા લિયો વાસુ તેમજ સર્વે લાયન મેમ્બરની સેવાને સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિતિ રહી સર્વેને અભિનંદન પાઠવી સેવાને બિરદાવી હતી. આભાર વિધિ કરતા પાસ્ટ પ્રેસિડેન્ટ અમિતભાઈ સુરાણી દ્વારા આ કેમ્પનાં દાતા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રેસીડન્ટ કેશુભાઈ દેત્રોજા તેમજ જેમને વિનામૂલ્યે આ કેમ્પનું સ્થળ જયદીપ કોમલેક્ષ વાપરવા આપેલ તેવા જયદીપ કોર્પોરેશન વાળા જયુભા જાડેજાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.તેમ સેક્રેટરી ટી.સી.ફૂલતરિયાએ જણાવેલ છે.