મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના તરકીયા ગામે ગાંજાની ખેતી કરનાર શખ્સને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે દબોચ્યો: ૬૦ કિલોથી વધુ ગાંજો જપ્ત


SHARE









વાંકાનેર તાલુકાના તરકીયા ગામે ગાંજાની ખેતી કરનાર શખ્સને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે દબોચ્યો: ૬૦ કિલોથી વધુ ગાંજો જપ્ત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા તરકીયા ગામે રહેતો શખ્સ ખેતરના શેઢે અને તેના ઘરની બાજુમાં ગાંજાનું વાવેતર કરતો હોવા અંગેની મોરબી જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે એસઓજી અને સ્થાનિકની ટીમ દ્વારા ત્યાં ગાંજાની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી પોલીસે ગાંજાના પોસ ડોડા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે સ્થળ ઉપરથી ૬૦ કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવા માટેની કાર્યવાહી હવે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં નશીલા માદક પદાર્થનું વેચાણ અને સંગ્રહ કરતા શખ્સોને પકડવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમને મળેલ બાતમી આધારે મોરબી જિલ્લા પીઆઇ એમ.પી. પંડ્યા તથા વાંકાનેર તાલુકાના પીએસઆઇ બી.પી. સોનારા તેમજ બંન્નેની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાની હદમાં આવેલ તરકીયા ગામે રેડ કરવામાં આવી છે અને ત્યાં રહેતા શખ્સના ઘર પાસે તેમજ તેના ખેતરના શેઢે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેથી કરીને પોલીસે બંને જગ્યાએથી કુલ મળીને ગાંજાના પોસ ડોડા નો ૬૦ કિલો જેટલો જથ્થો કબજો કરેલ છે આમ અંદાજે છ લાખ રૂપિયાની કિંમતના મુદ્દા માલ સાથે ગાંજાની ખેતી કરનારા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે અને આ શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવા માટેની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે




Latest News