મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં મૃતક યુવાન સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના ગાળા નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં મૃતક યુવાન સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે હાઇવે ઓથોરીટી દ્વારા હાઇવે ઉપરથી પસાર થતા વાહનોની સ્પીડ દર્શાવી શકાય તે માટે મુકવામાં આવેલ લોખંડની એંગલ સાથે ડમ્પર અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યારે ડમ્પરની કેબિનમાં બેઠેલ વાહન ચાલક કેબિનમાં દબાઈ ગયો હતો જેથી ઘટના સ્થળે જ તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામ પાસે માળીયાથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપર લોખંડની એંગલ હાઇવે ઓથોરીટી દ્વારા મુકવામાં આવી છે અને ત્યાંથી પસાર થતા વાહનોની સ્પીડ તે એંગલ ઉપર મૂકવામાં આવેલા બોર્ડમાં દર્શાવાતી હોય છે તેની સાથે ડમ્પર અથડાયું હતું જેથી કરીને એંગલ ધડાકાભેર તૂટી પડી હતી અને ત્યારે એંગલની નીચેના ભાગથી પસાર થતા ડમ્પરની કેબીન ઉપર તેનો કાટમાળ તૂટી પડતાં કેબીનનો ભૂકો બોલી ગયો હતો અને ડમ્પરની કેબિનમાં બેઠેલ ડ્રાઇવર રમેશભાઈ શિવાભાઇ દારોદરા (૩૩) રહે. ધરમપુર ચોકડી ટિંબડી વાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવમાં હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ ઉમેશભાઈ શીવભાઈ ઉર્ફે શીવલાલ દારોદ્રા જાતે કોળી (૪૪) રહે. નવા ધરમપુર વાળાની ફરિયાદ લઈને મૃતક યુવાનની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News