હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના તરકીયા ગામે ગાંજાની ખેતી: ૬૩.૪૫૦ કિલોગ્રામ લીલા ગાંજાનાં છોડ સાથે એક શખ્સની ધરપકડ


SHARE











વાંકાનેરના તરકીયા ગામે ગાંજાની ખેતી: ૬૩.૪૫૦ કિલોગ્રામ લીલા ગાંજાનાં છોડ સાથે એક શખ્સની ધરપકડ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા તરકીયા ગામે રહેતો શખ્સ ખેતરના શેઢે અને તેના ઘરની બાજુમાં ગાંજાનું વાવેતર કરતો હોવાની વાંકાનેર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે એસઓજી અને સ્થાનિકની ટીમ દ્વારા ત્યાં ગાંજાની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી પોલીસે ગાંજાના લીલા ૩૨૬ છોડ જેનો વજન ૬૩.૪૫૦ કિલોગ્રામ થાય છે તેને કબજે કરેલ છે અને ૬,૩૪,૫૦૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં નશીલા માદક પદાર્થનું વેચાણ અને સંગ્રહ કરતા શખ્સોને પકડવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ જયેશભાઇ ધનજીભાઇ માસૂરિયાને બાતમી આધારે મોરબી જિલ્લા પીઆઇ એમ.પી. પંડ્યા તથા વાંકાનેર તાલુકાના પીએસઆઇ બી.પી. સોનારા તેમજ બંન્નેની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાની હદમાં આવેલ તરકીયા ગામે રેડ કરવામાં આવી છે અને ત્યાં રહેતા ભીખુભાઇ પોલાભાઇ ડાભી જાતે કોળી (૪૩) નામના શખ્સ દ્વારા તેના ઘર પાસે તેમજ તેના ખેતરના શેઢે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેથી કરીને પોલીસે કુલ મળીને ગાંજાના લીલા પોસ ડોડા નંગ ૩૨૬ કબજે કર્યા હતા અને ૬૩.૪૫૦ કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા ૬,૩૪,૫૦૦ ના મુદામાલનો માલ કબજે કરેલ છે અને આરોપી ભીખુભાઇ પોલાભાઇ ડાભી જાતે કોળી (૪૩) રહે. તરકીયા વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ ૧૯૮પની કલમ ૮(બી)૨૦(એ)(૧) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News