મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા નજીક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં ૨૪ લાખના ડમ્પરની ચોરી


SHARE







માળીયા (મી)ના વાધરવા નજીક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં ૨૪ લાખના ડમ્પરની ચોરી

માળીયા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ વાધરવા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં ડમ્પર પાર્ક કરીને મૂક્યું હતું જે ડમ્પરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૨૪ લાખ રૂપિયાની કિંમતના ડમ્પરની ચોરી થયાની હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી પંથકમાં ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, મારામારી, હત્યાનો પ્રયાસ, હત્યા વિગેરે જેવી ઘટનાઓ રોજિંદી બની ગઈ હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે તેવામાં મોરબી જિલ્લામાં આવતા માળિયા મીયાણા તાલુકામાં માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ વાધરવા ગામ પાસે નાયરા પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં મયુરભાઈ કાનજીભાઈ ડાંગર જાતે આહિર (૨૫) રહે. હાલ વાવડી મૂળ રહે મયુરનગર તાલુકો હળવદ વાળાએ પોતાનું ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૭૩૭૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ડમ્પરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૨૪ લાખ રૂપિયાની કિંમતના ડમ્પરની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પરીણીતા સારવારમાં
ટંકારા તાલુકાની સીમમાં સિકંદરભાઈ હાસમભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા સેતાનભાઇ નિનામાના પત્ની પાંગીબેન (ઉમર ૨૭) વાડીએ હતા ત્યારે કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેણીને બેભાન હાલતમાં તેના પતિ સેતાનભાઈ નીનામા મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેણીને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે મહિલા બેભાન હાલતમાં હોવાથી તેનું નિવેદન લઈ શકાયેલ નથી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો ૧૨ વર્ષનો છે અને તેને ચાર સંતાનો છે.જોકે પાંગીબેને કયા કારણોસર દવા પીધી છે..? તે દિશામાં હવે ટંકારા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે.






Latest News