મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડ ઉપરથી ૧૨ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: ૨૩,૬૦૦ નો મુદામાલ કબજે


SHARE













મોરબીના ઘુંટુ ગામની સીમમાં કાચા રસ્તા ઉપર થી ડબલ સવારી બાઈક પસાર થતુ હતું ત્યારે તે બાઈકને રોકવાનો પોલીસે પ્રયત્ન કર્યો હતો. દરમિયાન બાઇક ઉપર જઈ રહેલા શખ્સો બાઇક અને થેલો સ્થળ ઉપર મૂકીને નાસી ગયા હતા જેથી કરીને પોલીસે થેલો ચેક કરતા તેમાંથી દારૂની બાર બોટલ મળી આવી હોય પોલીસે ૩૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ ૨૩,૬૦૦ માં મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઘુંટુ ગામની સીમમાં આવેલ જીઓલાઈવ સેનેટરી કારખાના સામે કાચા રસ્તા ઉપર થી ડબલ સવારી બાઈક પસાર થતુ હતુ તે બાઇક ઉપર જઈ રહેલા બે શખ્સો તેની પાસે રહેલો થેલો અને બાઈક બંને મૂકીને ત્યાંથી સ્થળ ઉપરથી નાસી ગયા હતા. જેથી કરીને પોલીસે સ્થળ ઉપર જઈને થેલાને ચેક કરતા તેમાંથી દારૂની બાર બોટલો મળી આવી હોય પોલીસે ૩૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા ૨૦,૦૦૦ રૂપિયા ની કિંમતનું બાઈક નંબર જીજે ૩૬એ૮૮૫૮ આમ કુલ મળીને ૨૩,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને બાઈક ચાલક તથા બાઇકમાં પાછળના ભાગે બેસેલ આમ કુલ મળીને બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરનામાનો ભંગ

ટંકારાની લતી પર ચોકડી પાસે ગાયત્રી ચેમ્બરમાં આવેલ આદિત્ય વિલા ગેસ્ટ હાઉસમાં એસઓજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરીને ત્યાં આવતા પ્રવાસીઓ અને મુસાફરોની માહિતી પથિક સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી કરીને આદિત્ય વિલા ગેસ્ટ હાઉસના માલિક અશ્વિનકુમાર કેશવજીભાઈ ચનીયારા જાતે પટેલ (૩૮) રહે નૃસિંહ કૃપા મીરાનગર શેરી નંબર-૨ રૈયા રોડ રાજકોટ હાલ રહે આદિત્ય વિલા ગેસ્ટ હાઉસ લતીપર ચોકડી ટંકારા વાળાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News