મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે મહિલાની છેડતી કરીને દંપતી અને તેના બે સંતાનોને માર માર્યો


SHARE









મોરબીના મકનસર ગામે મહિલાની છેડતી કરીને દંપતી અને તેના બે સંતાનોને માર માર્યો

મોરબી નજીકના મકનસર ગામે રહેતી મહિલાની શાબ્દિક અપમાનિત ટિપ્પણી કરીને નિર્લજ હુમલો કરીને છેડતી કરવામાં આવી હતી જેથી મહિલાએ “તારા ઘરમાં મા બેન દીકરી નથી” તેવું કહેતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સ લાકડીના ધોકા સાથે તે મહિલાના ઘરે આવ્યો હતો અને ત્યારે મહિલા તેના પતિ અને બે સંતાનોને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જુના મકનસર ગામે રહેતા પરિવારની મહિલાને શાબ્દિક અપમાનિત ટીપ્પણી કરવામાં આવી હતી અને નિર્લજ હુમલો કરી છેડતી કરવામાં આવી હતી જેથી મહિલાએ છેડતી કરનાર શખ્સને “તારે મા, બેન, દીકરી નથી” તેવું કહ્યું હતું જેથી કરીને તે શખ્સ મહિલાના ઘર પાસે આવ્યો હતો અને ત્યારબાદ તે મહિલાને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો. તેમજ તેના પતિ અને બે સંતાનોને પણ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેરા નામનો અને બેરાની પત્ની ની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૫૪, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ અને જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે




Latest News