મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી અદાલત મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર
Breaking news
Morbi Today

ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત


SHARE









ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

ભુજ શહેર તથા આસપાસના વિસ્તારોમાં વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થાય અને નાગરિકોને વધુ સુગમ, ઝડપી તથા સલામત માર્ગવ્યવસ્થા મળી રહે તે હેતુથી કચ્છ લોકસભા મતવિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત સરકાર સમક્ષ મહત્વપૂર્ણ બાયપાસ માર્ગોના નિર્માણ માટે ભલામણ કરી છે.

ભુજ એરપોર્ટ રોડ-રતીયા સીમથી સુખપર-માનકુવા વચ્ચે જોડતો બાયપાસ માટે કાર્યવાહી હાથ ધરવા માટે ભલામણ કરવામાં આવી છે. આ માર્ગના નિર્માણથી ભુજ શહેર તરફ આવતા-જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ થશે તેમજ શહેરના આંતરિક માર્ગો પરનું ટ્રાફિક ભારણ ઘટાડવામાં મદદ મળશે. તે ઉપરાંત પાલરાથી શેખપીર બાયપાસ રોડ તથા ભુજોડીથી સુખપર બાયપાસ રોડના જલદી થી નિર્માણ માટે પણ સાંસદએ સંબંધિત માર્ગ અને મકાન વિભાગ ભુજ તથા તેમજ માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી છે.

આ બાયપાસ માર્ગો વિકસિત થતાં ભુજ શહેર અને આસપાસના વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનશે. ભારે વાહનો તથા લાંબા અંતરના વાહનવ્યવહારને શહેરના મુખ્ય માર્ગોથી દૂર રાખવામાં મદદ મળશે, જેના પરિણામે શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો થવાની સાથે મુસાફરીનો સમય ઘટાડવામાં પણ સહાયરૂપ બનશે. સાંસદએ માર્ગ અને મકાન વિભાગ તથા આરએન્ડબી વિભાગ ભુજને માર્ગો અંગે જરૂરી સ્થળ નિરીક્ષણ, સર્વે, ટેકનિકલ પ્રક્રિયા તથા અંદાજ તૈયાર કરી વિકાસકાર્યને આગળ ધપાવવા અનુરોધ કર્યો છે. સાથે જ મુખ્યમંત્રી સમક્ષ મહત્વપૂર્ણ માર્ગ વિકાસ કામોને પ્રાથમિકતા આપી જરૂરી મંજૂરી અને નાણાકીય જોગવાઈ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.




Latest News