મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી અદાલત મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર
Breaking news
Morbi Today

મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ


SHARE









મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ

મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ને ખુલ્લું મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ વિધિવત રીતે 'પ્રાકૃતિક કૃષિ હાટ'નું ઉદ્ઘાટન કર્યું હતું.

આ ઉદ્ઘાટન બાદ મંત્રીએ માર્કેટિંગ યાર્ડ પરિસરમાં કાર્યરત 'સરિતા ફાર્મ' પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની વિશેષ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલા વિવિધ કૃષિ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ખેડૂતશ્રી અશોકભાઈ મોરડીયાએ મંત્રીને પ્રાકૃતિક ઉત્પાદનો અને તેની વિવિધ વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. મંત્રીએ ખેડૂતો અને નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પ્રાકૃતિક કૃષિ મોડેલને વધુને વધુ અપનાવવા અને વેગ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને ખેડૂતોએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને પણ નિહાળ્યો હતો. આ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી રિંકલબેન અઘેરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિત આગેવાનો અને અધિકારીઓએ તેમજ પ્રગતિશીલ ખેડૂતો સહિતના લોકો હાજર રહ્યા હતા.




Latest News