મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજના આગેવાનોના હસ્તે વ્યાસ જ્ઞાતિની વાડીમાં વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં ધો. 8થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસક્રમમાં 60 ટકાથી વધુ ગુણ મેળવનાર  તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિ બદલ, પાણીની બોટલ, ફોલ્ડર ફાઇલ, પેન બોક્સ, કંપાસ બોક્સ સહિતની ભેટ આપવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત જ્ઞાતિના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને નવી પેઢી ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધે તેવા હેતુ સાથે દર વર્ષે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના કારોબારી સભ્યો તેમજ યુવા ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News