મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું
SHARE
લોકોમાં રક્તદાન માટે જન જાગૃતિ આવે, એ માટે ડો.મનીષકુમાર વિડજા પ્રિસિડેન્ટ ઓફ બ્લડ બેંક ગુજરાત, રાજેન્દ્રભાઈ વાઘેલા ટ્રસ્ટી લાઈફ લાઈન બ્લડ બેંક, અમદાવાદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ તેમજ 122 વખત જેમને રક્તદાન કરેલ છે એવા ધર્મેન્દ્રભાઈ પટેલ આ ત્રણેય રક્તસેવકો બાઈક પર સવાર થઈને રક્તદાન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા, માર્ગ સુરક્ષા,ટ્રાફિક શિસ્ત અને માર્ગ અકસ્માત નિવારણ અંગે જાગૃતિ લાવવી, થેલેસેમિયા સિકલ અંગે લોકોને જાગૃત કરવા, દરેક લોકો પોતાના બ્લડ ગૃપ વિશે જાણે એ બધી બાબતો માટેની અવરનેશ માટે ત્રણેય યુવાનો સાબરમતી આશ્રમથી પહેલી ઓક્ટોબરના રોજ બાઈક પર પ્રસ્થાન કરી બીજી ઓક્ટોબરના રોજ આ બાઈકરાઈડ મોરબીમાં પધારેલ હોય સમર્પણ હોસ્પિટલથી શરૂ કરી બાઈકરાઈડ સમગ્ર મોરબીના રાજમાર્ગો પર ફરી લોકોને રકતદેવતા આહ્વાન કર્યું હતું.
મોડી સાંજે આ બાઈકરાઈડનું ભવ્ય અને દિવ્ય સ્વાગત જી.આઈ.ડી.સી.શનાળા રોડ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું,આ પ્રસંગે પ્રેમપ્રકાદાસજી સ્વામી, પુરાણીસ્વામી, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં જેમને અનેક વખત રક્તદાન કરેલ છે એવા રક્તદાતા વિપુલભાઈ પડસુંબિયા,કાંતિલાલ વૈષ્ણવ,મેઘજીભાઈ પરમાર,મનુભાઈ જાકાસણીયા, મહાદેવભાઈ રંગપડિયા, રાવતભાઈ કાનગડ વગેરેનું સન્માન કરાયું હતું, અને બાઈક રાઈડર ડો.મનીષ વિડજાએ રક્તની ખપત પુરી કરવા માટે અનેકવિધ ફોર્મ્યુલા વિશે ચર્ચા કરી હતી,દુર્લભજીભાઈ દેથરીયાએ રક્તસેવકોને આવા દુર્લભ કાર્ય બદલ ધન્યવાદ અને અભિનંદન પાઠવ્યા હતા અને પોતાનાથી બનતી બધી જ મદદ કરવા માટેની ખાત્રી આપી હતી,ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ રક્તસેવક બાઈક રાઈડ રેલીને સમર્પણ હોસ્પિટલથી પ્રસ્થાન કરાવ્યું હતું. યુવા શક્તિ ગ્રુપના પિયુષભાઈ બપોલિયા તેમજ સમર્પણ હોસ્પિટલના ધવલભાઈ એ પણ ખૂબ જ સહકાર આપ્યો હતો
સંસ્કાર બ્લડ સેન્ટરના મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામીએ બાઈક રાઈડરોને આશિર્વચન પાઠવી ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે રૂપિયા એક લાખની ધનરાશી બાઇરાઈડરોને ખર્ચ પેટે અર્પણ કરી હતી, આ બાઈકરાઈડ ગુજરાતના 34 જિલ્લામાં સતત એક મહિના સુધી ફરી 31, ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પૂર્ણ થશે, આ કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન પુરાણી સ્વામી તેમજ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર બ્લડ બેંકના કન્વીનર રમેશભાઈ મકાસણાએ સભાળ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું,