હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલના વેપારી અને તેના ભાગીદાર પોલીસકર્મી વચ્ચે થયેલ બેફામ વાણીવિલાસનો ઓડિયો વાયરલ 


SHARE







મોરબીમાં મોબાઈલના વેપારી અને તેના ભાગીદાર પોલીસકર્મી વચ્ચે થયેલ બેફામ વાણીવિલાસનો ઓડિયો વાયરલ 

મોરબીમાં મોબાઇલના વેપારીને પોલીસ કર્મચારી સાથે ભાગીદારી છે અને વેપારી દ્વારા ઉઘરાણી કરવામાં આવી હતી તે રૂપિયા બાબતે મોબાઈલ ફોન ઉપર બોલાચાલી થયેલ હતી અને ત્યારે બંને પક્ષેથી બેફામ વાણીવિલાસ કરવામાં આવે છે તેવો ઓડિયો હાલમાં મોરબીના સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે અને આ મુદો હાલમાં મોરબીમાં ચર્ચાનો વિષય બનેલ છે

મોરબીમાં મોબાઈલ ફોનમાં વાત કરીને તેના ઓડિયો વાયરલ કરવા તેમજ સભાને જુદાજુદા કાર્યક્રમમાં થયેલ પ્રવચનના વિડીયો સહિતના વિડીયો વાયરલ કરવા તે જાણે કે મોરબીમાં સામાન્ય બની ગયેલ છે જો કે, વાયરલ થયેલ ઓડિયો કે વિડીયો બાબતે તપાસ કરીને પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે છેલ્લા દિવસોમાં ત્રણથી ચાર ઓડિયો વાયરલ થયેલ છે ત્યારે તાજેતર મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા એસપી મારફતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરીને મોરબીમાં કથડી ગયેલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે રજૂઆત કરેલ છે જો કે, હજુ કોઈ પગલાં લેવામાં આવ્યા હોય તેવું હાલમાં સામે આવ્યું નથી ત્યાં પોલીસકર્મી અને તેના ભાગીદાર વચ્ચે મોબાઇલમાં થયેલ વાતનો ઓડિયો હાલમાં વાયરલ થયેલ છે 

હાલમાં મોરબી પંથકમાં જે ઓડિયો વાયરલ થયેલ છે તેમાં મોબાઈલના વેપારી રમેશભાઈ કેશવાણી અને તેની ભાગીદાર તેમજ પોલીસકર્મી સંજયભાઈ મૈયડ વચ્ચે તેની દુકનાના વેપારીના રૂપિયા બાબતે મોબાઈલ ફોન ઉપર ચર્ચા કરવામાં આવી છે જેમાં રૂપિયાની ગોલમાલ કરવામાં આવી છે તેવી વાત કરવામાં આવી રહી છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દુકાનેથી વેચવામાં આવેલ મોબાઈલ ફોનના રૂપિયા તેમજ રિપેરિંગમાં આવેલ મોબાઈલ ફોન બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને તેનો ઓડિયો વાયરલ થયેલ છે જેથી કરીને હાલમાં આ મુદાને લઈને તેમજ પોલીસની કામગીરીને લઈને ચકચાર મચી ગયેલ છે જો કે, પોલીસ આ ઓડિયો ક્લિપના આધારે કોઈ કાર્યવાહી કરશે કે પછી અગાઉની જેમ મૂક પ્રેક્ષકની જેમ રહેશે તે સૌથી મોટો સવાલ છે #morbitoday






Latest News