મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

હળવદની ખનીજ ચોરીના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી પકડાયો


SHARE









હળવદની ખનીજ ચોરીના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી પકડાયો

હળવદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થોડા સમય પહેલા ખનીજ ચોરીની રેડ કરી હતી અને આરોપીઓ તેમજ કરોડો રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો જે ગુનામાં છેલ્લા ૪ માસથી ફરાર આરોપીને એલસીબીની ટીમે પકડીને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે

મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કોડના ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા અને વિક્રમભાઇ રાઠોડને ખાનગી હકિકત મળી હતી જેના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇપીસી કલમ- ૧૨૦બી, ૩૭૯, ૧૧૪ તથા એમએઆરડી એકટની કલમ-૪(એ), ૨૧ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક રહે. કળમાદ તાલુકો મુળી વાળો તેના રહેણાંક મકાન પાસે રહેલ દુકાન પાસે બેઠેલ હોવાની હકીકત આધારે આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક જાતે રજપુત (૪૪) ની ધરપકડ કરેલ છે અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસને આરોપી સોપી આપવામાં આવેલ છે #morbitoday




Latest News