પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ગુનો આચારનાર શખ્સ વાંકાનેરના ઢુવા પાસેથી દારૂ ભરેલ કાર સાથે પકડાયો
મોરબીના રફાળેશ્વર ગામે રજડતા ખુટીયાએ હડફેટે લેતા યુવાન સારવારમાં
SHARE
મોરબીના રફાળેશ્વર ગામે રજડતા ખુટીયાએ હડફેટે લેતા યુવાન સારવારમાં
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે રસ્તે રજડતા ખુટીયાએ હડફેટે લેતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ અકસ્માતમાં આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર રજડતા ઢોર અવારનવાર રાહદારી લોકોને હડફેટે લેતા હોય છે અને તેને ઇજાઓ કરતા હોય છે તેવી જ રીતે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા પ્રકાશભાઈ મકાભાઈ સીતાપુરીયા (૩૫) નામના યુવાનને રસ્તે રજડતા ખૂંટીયાએ હડફેટે લીધો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામના પાટીયા પાસે લેમીનેટ કંપનીમાં કામગીરી દરમિયાન રણજીતભાઈ રામભવનભાઈ (૨૮) નામના યુવાન મશીન ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે તેને પડખાના ભાગે ઇજા થયેલ હતી જેથી કરીને જતા તેને તાત્કાલિક સારવાર માટે નંદલાલભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
માળીયા મીયાણાના જામવાસમાં રહેતા નાનીયાબેન મુસાભાઇ જામ (૫૯) નામના વૃદ્ધા બાઈકમાં પાછળ બેસીને મોરબીના વિસીપરા વિસ્તારમાંથી જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા વૃદ્ધાને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડો. મેતા ચલાવી રહ્યા છે
જનાવર કરડી ગયું
મોરબીના હળવદ હાઇવે ઉપર આવેલ આંદરણા ગામ પાસે રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી કનૈયાલાલ મગનલાલ મીણા (૨૭) નામના યુવાનને ઝેરી જનાવર કરી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે