મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ખોટા ટ્રક નંબર-ખોટી બિલ્ટી બનાવી ટાઇલ્સ ચીટીંગ કરનારા આરોપી ૧૧ વર્ષે પકડાયો


SHARE









મોરબીમાં ખોટા ટ્રક નંબર-ખોટી બિલ્ટી બનાવી ટાઇલ્સ ચીટીંગ કરનારા આરોપી ૧૧ વર્ષે પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટાઇલ્સ ચીટીંગનો ૧૧ વર્ષ પહેલા ગુનો નોંધાયો હતો જેમાં આરોપી નાસતો ફરતો હતો જેને હાલમાં મોરબી જિલ્લા એસઓજીની ટીમે પકડી લીધેલા છે અને આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 

મોરબી જિલ્લા એસઓજીના ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને મળેલ હક્કિત આધારે ચિટિંગના ગુનામાં આરોપીને પકડવામાં આવેલ છે જેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ છે કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ૨૦૧૨માં આઇપીસી કલમ ૪૦૭, ૪૬૫, ૪૬૮ મુજબ ફરીયાદીના સેલ્વી સીરામીકમાંથી ટાઇલ્સની ૨૬૬૫ પેટી જેની કિંમત ૨,૪૬,૩૭૦ થાય છે તે ખોટા ટ્રક નંબર તથા ખોટી બિલ્ટી બનાવી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને ચિટિંગ કરવામાં આવ્યું હતું જે ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી આરોપી ગણેશ ઉર્ફે ઠાકરો શીવજી રાજપુરોહિત રહે. ડીસા મીથકાતલા તાલુકો ચોહટન જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળો હાલે અજુજા ગામ જીલ્લો પાટણમાં હોવાની હકીકત હતી જેના આધારે ત્યાં વોચ ગોઠવીને નાસતા ફરતા આરોપી ઠાકરશી ઉર્ફે ગણેશભાઇ શીવસિંહ રાજપુરોહિત (૪૦)રહે. હાલ અજુજા ગામ જિલ્લો પાટણ મુળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીનો કબજો મોરબી તાલુકા પોલીસને આપવામાં આવેલ છે આ કામગીરી એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઈ એમ.એસ.અંસારી તેમજ કે.આર.કેસરીયા તથા ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગંઢવી, રસીકકુમાર કડીવાર, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, માણસુરભાઇ ડાંગર, આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મિયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ દ્વારા કરવામાં આવી હતી

એસિડ પીધું

વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતા ભાવનાબેન દીપકભાઈ શર્મા (૩૫) નામની મહિલા કોઈ કારણોસર એસિડ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે, આ બનાવ વાંકાનેર સિટી પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે




Latest News