મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં યુવાન કેમિકલ પી જતા સારવારમાં


SHARE









વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં યુવાન કેમિકલ પી જતા સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર લાકડધાર ગામની સીમમાં યુવાન કેમિકલ પી જતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કેશોદનો રહેવાસી અને માટેલ રોડ લાકડધાર ગામની સીમમાં સ્ટારબઝ સ્ટીલ કંપની સામે મયુરભાઈ ખીમાનંદ પિઠીયા (૨૫) નામનો યુવાન હાર્ડનર કેમિકલ પી જતા તેને સારવાર માટે મોરબીની સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને યુવાન ભૂલથી કેમિકલ પી ગયો હોય તેને સારવાર માટે લાવ્યા હોવાનું સામે આવ્યું છે જોકે, આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં હોવાથી સ્થાનિક પોલીસને આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર રાજ બેંક પાસેથી માજોઠી મુસ્તાક બાબાભાઈ રહે, કાલિકા પ્લોટ શેરી નંબર- ૪ વાળો જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી માટે ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

માર માર્યો

હાલમાં મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા નીતાબેન વિપુલભાઈ મકવાણા (૨૫)ને રાજકોટમાં રૈયાધાર પાસે મારવાડીનગર સોસાયટીમાં તેના પતિ દ્વારા થોડા દિવસો પહેલા મારવામાં આવ્યો હતો જેથી ઈજા થઈ હોવાથી હાલતમાં નીતાબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે




Latest News