ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી સાથે ૨૯.૫૮ લાખોની ઠગાઈના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં વેપારી સાથે ૨૯.૫૮ લાખોની ઠગાઈના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ

મોરબીના વેપારી યુવાનને સસ્તામાં માલની ખરીદી કરાવીને ઊંચી કિંમત તે માલ એક્સપોર્ટ કરવાની લાલચ આપવામાં આવી હતી અને બનાવટી પેઢી ઉભી કરી અલગ અલગ બેંકમાં ખાતામાં વેપારી પાસેથી ૨૯.૫૮ લાખોની ઠગાઈ કરવામાં આવી હતી જેથી અંગેની વેપારીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે હાલમાં પોલીસે એક મહિલા આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટના આદેશથી તેને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં શાર્પ કોર્પોરેશનના નામથી રો મટિરિયલ્સ અને ટાઇલ્સ ટ્રેડીંગનું કામ કરતાં વેપારી સાગરભાઈ પ્રાણજીવનભાઈ ભાડજાએ અગાઉ ૨૯.૫૮ લાખની ઠગાઇની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેપેસીફીસાઈન નેચરલ નટ્સ નામની કંપનીથી માલની ખરીદ કરવા અને વિદેશી કંપનીમાં વેચાણ કરી કમાણી કરવાની લાલચ તેને રામદેવ શર્મા અને રાકેશ કુમાર નામ ધારણ કરીને બે શખ્સ દ્વારા આપવામાં આવી હતી અને અલગ અલગ સમયે બેંક એકાઉન્ટમાં ૨૯.૫૮ લાખ મેળવી લઈને તેની સાથે ઠગાઇ કરવામાં આવી હતી જેથી સ્થાનિક પોલીસે અને એલસીબીની ટીમે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે તપાસ કરતા શર્મા એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ NCCRP પોર્ટલમાં અનેક અરજીઓ પેન્ડીંગ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ પંજાબ પહોચી હતી અને લુધિયાણા ખાતે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢીના આરોપી અમાનઉલ્લામિયા ઉર્ફે રામદેવ શર્મા અશગરઅલી અબ્દુલહક્ક અન્સારી અને મહમદફિરદોશ ઉર્ફે રમેશકુમાર મહમદઈસ્માઈલ રાજમહમદ શેખ (૩૦) નામના બે આરોપીને પકડ્યા હતા અને તેની પાસેથી બનાવટી આધારકાર્ડપાન કાર્ડચુંટણી કાર્ડના આધારે યસ બેંકઇન્ડિયન ઓવાર્સીસ બેંકઆઈડીએફસી ફસ્ટઆઈ.ડી.બી.આઈકોટક મહિન્દ્રાએચ ડી એફ સીસીટી યુનિયન બેંકકર્ણાટક બેંકસી.એબ.બી બેંકઆર.બી.એલ બેંકઆઈડીએફસી બેંકસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએસ.વી.એસ સહિતની બેંકની પાસબૂકચેકબૂક મળી આવ્યા હતા

જે તે સમયે આ બંને શખ્સ પાસેથી દિલ્હી ખાતે રહેતી અનીતા વિજયકુમાર અને ઓસાશ નામની નાઈઝીરીયન વ્યક્તિના નામ સામે આવ્યા હતા જેથી તેને પકડવા માટે પોલીસ તજવીજ કરી રહી હતી અને આ ગુનામાં હાલમાં તપાસ કરનારા પીએસઆઈ આર.એન. ભટ્ટ અને તેના રાયટર ભાવિકભાઈ અને ભાવેશભાઈ દ્વારા અનિતાબેન શ્રવણસિંગ (૪૨) રહે. સરસ્વતી બિહાર હાઉસ હાઉસિંગ બોર્ડ કોલોની ગુડગાવ હરિયાણા વાલીની ધરપકડ તા ૧૮/૭ ના રોજ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજુ કરવામાં આવી હતી ત્યાર બાદ તે મહિલા આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છેકે, અગાઉ જે બે આરોપીને પકડવામાં આવ્યા હતા તેને પોતાની ઓળખ છુપાવવા માટે રામદેવ શર્મા અને રમેશકુમાર ખોટા નામો ધારણ કરીને બનાવટી આધારકાર્ડપાનકાર્ડ અને ચુંટણી કાર્ડ બનાવી પોતાના ફોટો રાખી બનાવટી દસ્તાવેજના આધારે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી હતી અને મોબાઈલ ફોન તેમજ સીમકાર્ડ તથા અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવી નાણા જમા કરાવતા અને બેંકમાં છેતરપીંડી કરેલ રકમ વિડ્રો કરી રકમ રૂબરૂ અને હવાલા મારફતે દિલ્હી ખાતે અનીતા વિજયકુમારને મોકલી આપતા હતા જેથી આ ગુનામાં પોલીસે અગાઉના આરોપીઓ પાસેથી રોકડા ૨૭ લાખની રિકવરી કરી હતી અને બાકીના રૂપિયા તેમજ હજુ પણ એક આરોપીને પકડવાનો બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્કમાં રહેતા યોગેશભાઈ મેવાડા (૨૬) નામનો યુવાન બેલા અને રંગપર વચ્ચે આવેલ રશેલીયો સીરામીકથી ઘર તરફ જતો હતો ત્યારે બાઈક અથડાતા પગમાં ઈજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News