મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રને જરૂરિયાત સમયે આપેલા રૂપિયા પરત ન આપતા ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમનો દંડ


SHARE









મોરબીમાં મિત્રને જરૂરિયાત સમયે આપેલા રૂપિયા પરત ન આપતા ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમનો દંડ

મોરબીમાં મિત્રને જરૂરિયાત સમયે આપેલા ત્રણ લાખ રૂપિયા પરત ન આપીને ચેક આપ્યો હતો જે ચેક ચેક રીર્ટન થયો હતો જેથી કરીને કેસ કરવામાં આવ્યો હતો જે કેસ ચાલી જતાં આરોપી જીતેન્દ્ર ધીરજલાલ કાલરીયાને ૧ વર્ષની સજા અને ૬ લાખનો દંડ મોરબીની કોર્ટે કર્યો છે

આ કેસની વિગત એવી હતી કે, આરોપી જીતેન્દ્ર ધીરજલાલ કાલરીયા અને ફરીયાદી મંજુરહસેન અબ્દુલભાઈ વડાવરીયા મિત્ર હતા અને બન્ને એકબીજાને સારી રીતે ઓળખે છે જો કે, આરોપીને એકાદ વર્ષ પહેલા રૂપિયા ૩,૦૦,૦૦૦ ની જરૂરીયાત પડતા આરોપીએ ફરીયાદીને કહ્યું હતું જેથી કરીને હાથ ઉછીના ૩,૦૦,૦૦૦ વગર વ્યાજે ફરીયાદીએ આરોપીને એક માસમાં પરત આપી દેવાની શરતે આપ્યા હતા જો કે, ફરીયાદીએ આરોપીને રકમ આપ્યા બાદ અવાર નવાર ૨કમ માંગતા આરોપી આપતા ન હોય તેથી ફરીયાદીએ આ કામના આરોપીને પોલીસ ફરીયાદ કરવાનું કહેતા ફરીયાદીએ આરોપીને આઈડીબીઆઈ બેંકનો મોરબી બ્રાંચનો સહી કરીને ચેક આપ્યો હતો જો કે, ચેક ફરીયાદીએ બેંકમાં જમા કરાવતા ફંડ ઈનસફીસીયન્ટના શેરા સાથે ચેક પરત આવ્યો હતો જેથી કરીને ફરીયાદીએ આરોપીને વારંવાર ચેક રીર્ટન થયાની જાણ કરેલ હતી છતાં આરોપીએ કોઈ જવાબ આપેલ ન હતી જેથી ફરીયાદીએ આરોપીને તા.૦૮/૦૨/૨૦૨૧ ના રોજ રજી. એડી. પોસ્ટ મારફત નોટીસ મોકલાવેલ હતી તો પણ નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ પરત કરવાની કોઈ દરકાર લીધેલ નહી. જેથી ફરીયાદીએ આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલ જે.ડી. સોલંકી મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી

જે કેસ મહે. એડી. જયુડી. મેજી. ફ. જજની કોર્ટમાં ચાલતા આરોપી વીરુદ્ધ સમન્સ ઈસ્યુ કર્યું હતું છતા આરોપી કોર્ટમાં હાજર ન રહેતા આરોપી વીરુદ્ધ અંતે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું અને આરોપી કોર્ટમાં હાજર રહેલ બાદમાં ફરીથી ગેરહાજર રહેતા અને ફરીયાદ પક્ષના પુરાવા દરમ્યાન આરોપી ગેરહાજર રહેલ છે જેથી આરોપીની ગેરહાજરીમાં કોર્ટ કાર્યવાહી આગળ ચલાવેલ અને ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ આરોપી જીતેન્દ્ર ધીરજલાલ કાલરીયાને ફરીયાદીને ફોજદારી કાર્યવાહીના કાયદા, ૧૯૭૩ ની કલમઃ- ૩૫૭ (૧) મુજબ વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ ૩,૦૦,૦૦૦ ની ડબલ રકમ ૬,૦૦,૦૦૦ નો દંડ કર્યો છે અને આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા કરવામાં આવી છે આ કેસમાં ફરીયાદ પક્ષે મોરબીના યુવા એડવોકેટ જે.ડી. સોલંકી રોકાયેલા હતા






Latest News