મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં હજુ તો શાળાઓ ખુલી છે ત્યાં શિક્ષકોને બીએલઓમાં જોતરી દેવાયા !


SHARE









મોરબી સહિત ગુજરાતમાં હજુ તો શાળાઓ ખુલી છે ત્યાં શિક્ષકોને બીએલઓમાં જોતરી દેવાયા !

ઉનાળુ વેકેશન પૂરું થયું અને શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થયું એને હજુ દોઢ માસ જેટલો સમય થયો છે, એમાંય એક અઠવાડિયું બીપરજોય વાવાઝોડામાં ગયું માંડ પચીસ દિવસ જેટલું શિક્ષણ કાર્ય થયું છે,એમાંય વળી યોગની તાલીમ, બાલવાટિકાની તાલીમ, યોગ દિવસની ઉજવણી, U Dise+ ની દરેક વિદ્યાર્થીઓની ૭૪ જેટલી માહિતી ઓનલાઈન ભરવાની કામગીરી, નિપુણ ભારત અંતર્ગત બેઈઝ લાઈન સર્વેની કામગીરી, વિદ્યાર્થીઓના વ્યક્તિગત પ્રશ્નવાઈઝ ઓનલાઈન અપલોડની કામગીરી, આધાર ડાયસ CTS માં દરેક વિદ્યાર્થીઓની ૭૪ જેટલી માહિતી ફરીથી ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી, કલાઉત્સવ, પર્યાવરણ જાળવણી માટે વૃક્ષા રોપણની કામગીરી, શિક્ષકોને સોંપાયેલ ફ્લડ કન્ટ્રોલની કામગીરી વિદ્યાર્થીઓને ડીફથેરિયાની રસી મુકાવવી, શિષ્યવૃતિ દરખાસ્ત તૈયાર કરવી વગેરે અભ્યાસ સિવાયની અવનવી અઢળક અન્ય કામગીરીમાં અધ્યાપકો અટવાયેલા છે

ત્યાં ચૂંટણી પંચ દ્વારા ૨૧ જુલાઈથી ૨૧ ઓગષ્ટ ૨૦૨૩ સુધી એક માસ માટે શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જોતરી દેવાયા છે જેમાં તમામ બીએલઓને ડોર ટુ ડોર ફરી ફરીને એપ્લિકેશન ઓપન કરી, કુટુંબના દરેક સભ્યો વિરવેખેર હોય,વસ્તી ગણતરી જેમ દરેક વ્યક્તિના નામ એક કુટુંબમાં ભેગા કરવા દરેક બીએલઓને એવરેજ ૧૦૦૦ વ્યક્તિઓ આવતા હોય તમામનું વેરિફિકેશન કરવું,આ કામગીરી ખુબજ જટિલ છે,દરેક બીએલઓ જે તે વ્યક્તિ ઘરે જય એની ગૂગલ મેપમાં ટ્રેકિંગ થતું હોય છે,ઘણી વખત સાઈટ ચાલતી નથી,સરકારી કામગીરી માટે શિક્ષકોએ પોતાનો મોબાઈલ પોતાનો ડેટા વાપરવો પડે છે.વળી આ કામગીરી શાળા સમય બાદ કરવાની હોય,શિક્ષક સવારે નવ વાગ્યા પછી જ મતદારની ઘરે જઈ શકે, શિક્ષકોને ૧૦:૩૦  વાગ્યે તો શાળાએ પહોંચવાનું હોય છે અને સાંજે ૫:૩૦ વાગ્યે ઘરે આવે સાંજે પણ ૭:૦૦ વાગ્યા સુધી જ મતદારોની ઘરે જઈ શકાય આમ દિવસના માત્ર અઢી કલાક જ મળે એમાં આવડી મસમોટી કામગીરી કેવી રીતે કરવી?એ બાબતે  બીએલઓ શિક્ષકો મુંઝાયા છે, અને આ બધું શિક્ષણના ભોગે અને બાળકોના શિક્ષણના ભોગે થઈ રહ્યું હોય આમાં ક્યાંથી શિક્ષણ સુધરે? શિક્ષકોને અન્ય કામગીરીમાંથી મુક્ત કરતા ન હોય વિદ્યાર્થીઓનું શિક્ષણ નબળું રહે અને અધિકારીઓ શાળાની મુલાકાતે આવે અને પછી પાછા નોટિસો આપે અને લખે શિક્ષકો સળેલું શિક્ષણ આપી રહ્યા છે આ પરિસ્થિતિમાં બાપળો બનેલો બિચારો બનેલો ઘર ઘર ધક્કા ખાતા શિક્ષકને ખબર નથી પડતી કે પોતે શિક્ષણ વિભાગનો કર્મચારી છે કે અન્ય વિભાગનો? તે હક્કિત છે






Latest News