મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કલર કામ કરતાં સમયે ઝૂલા ઉપરથી યુવાન નીચે પટકાયો


SHARE













મોરબીમાં કલર કામ કરતાં સમયે ઝૂલા ઉપરથી યુવાન નીચે પટકાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બહુમાળી બિલ્ડીંગમાં જુલા ઉપર બેસીને કલર કામ કરતા સમયે યુવાન નીચે પટકાયો હતો જેથી તેને શરીરે ઇજા થઇ હોવાથી તે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતો પ્રદ્યુમન બીલન (૨૧) નામનો યુવાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિદ્યુતનગરમાં બહુમાળીમાં કલર કામ કરી રહ્યો હતો દરમિયાન તે જુલા ઉપર લટકીને કામ કરતો હતો ત્યારે ઝુલા ઉપરથી નીચે પડી જવાના કારણે તેને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા હંસાબેન ધનજીભાઈ કંઝારીયા (૫૯) નામના મહિલા મોરબીમાં કબ્રસ્તાન પાસે ચિત્રકૂટ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષામાં સાડી ભરાતા તેઓને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા હંસાબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા ચાવડા લક્ષ્મણભાઈ પરબતભાઈ (૨૯) નામના યુવાનને ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં જાણ કરવામાં આવી છે

મહિલાને ઇજા

મોરબીમાં રહેતા કંચનબેન બાબુભાઈ નકુમ (૫૩) નામના મહિલા મોરબીમાં આવેલ સદભાવના હોસ્પિટલ પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થતા કંચનબેન રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી અકસ્માતના બનાવમાં ઈજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News