આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મોરબીમાંથી પકડાયો


SHARE













પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મોરબીમાંથી પકડાયો

પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦ માં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી મોરબી હોવાની બાતમીના આધારે પાટણ પોલીસ મોરબી આવી હતી અને મોરબી તાલુકાના રંગપર ગામ નજીકથી આરોપીને હસ્તગત કરી તપાસના કામે પાટણ લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રંગપર ગામ પાસે જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ નજીકના પ્લેટિનમ સીરામીકના સામેના ભાગે ઝૂંપડામાં રહેતા અને મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકામાં આવેલા ખડસર ગામના વતની જેરૂપારામ રોનારામ પ્રજાપતિ નામના શખ્સને મોરબીથી પકડવામાં આવ્યો હતો અને પાટણના શંખેશ્વર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં વર્ષ ૨૦૨૦ થી તે ફરાર હોય અને બાતમીના આધારે શંખેશ્વર પોલીસ સ્ટેશનના દિલીપસિંહ સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા અને અહીં જેતપર રોડ ઉપર પાવળીયારી પાસેથી જેરૂપારામ પ્રજાપતિની ધરપકડ કરી તપાસના કામે તેને સાથે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છે કે જુદાજુદા વિસ્તારોમાં ગુના આચરીને ગુનેગારો મોરબીના કારખાનાઓ કે તેના આસપાસના વિસ્તારોમાં રહીને મજૂરી કામ કરવા લાગતા હોય છે તેવી જ રીતે વધુ એક બનાવ સામે આવ્યો છે.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી આગળ તાલુકા પોલીસ સ્ટેશનની સામે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો આ બનાવની અંદર મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટી વિસ્તારમાં રહેતા લલીતાબેન કુસ્વાહ નામના ૩૫ વર્ષીય મહિલાને ઇજા પહોંચતા તેઓને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે બૌધ્ધનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ કુબેરભાઈ પરમાર નામનો ૪૨ વર્ષનો યુવાન હનુમાન મંદિર પાસેથી પગપાળા જતો હતો ત્યારે ચાલતા ચાલતા અકસ્માતે પડી જતા ઇજા પામતા તેને પણ સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ અંજનીપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતો અને મૂળ રાજકોટનો મીત મનીષભાઈ વાઘડિયા નામનો ૨૦ વર્ષનો યુવાન તેના ઘરના ફળિયામાં બેભાન હાલતમાં મળી આવતા તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવમાં આવ્યો હતો.ક્રિષ્ના હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય તપાસ અધિકારી વી.કે.પટેલ દ્વારા આ બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News