ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત


SHARE













મોરબી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત

મોરબી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મોરબીના કલેક્ટર મારફતે હાલમાં રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પત્ર આપીને રજુઆત કરી છે જેમાં તેની જૂની માંગણીઓ સંતોષવામાં આવે તેના માટે વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે

હાલમાં જે રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ તથા નાણા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા માંગણીઓનો સ્વીકાર કરવામાં આવેલ હતી જેની જાહેરાત પણ કરવામાં આવી હતી અને ચૂંટણીઓ બાદ શિક્ષણમંત્રીએ તમામ પરિપત્રો કરવાની ખાતરી આપી હતી જો કે, ગત એપ્રિલ માસમાં વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, શિક્ષણ સચિવ વિનોદરાવ ગુ.મા. અને ઉ.મા.શિ.બોર્ડ ના અધ્યક્ષ એ.જે. શાહ અને સંબંધિત તમામ અધિકારીઓની હાજરીમાં સંકલન સમિતિ સમક્ષ મંત્રીએ પત્રકાર પરિષદમાં શાળાઓનું નવું સત્ર શરૂ થાય તે પહેલા તમામ ઠરાવ બહાર પાડવાની જાહેરાત કરી હતી.

આમ એક નહીં ત્રણ વખત જાહેરાત કરવામાં આવ્યા પછી શાળા શરૂ થયાને દોઢેક માસ થવા છતાં હજુ પણ મોટા ભાગની શાળાઓમાં શિક્ષક, કારકુન, પટાવાળા, ગ્રંથપાલ, લેબટીચર વગેરે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. શાળાઓમાં પૂરતો સ્ટાફ ન હોવા છતાં હાલમાં યુડાયસ પ્લસ, આધાર ડાયસ, TAT પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી પૂરક પરીક્ષાની ઉત્તરવહીનું પરીક્ષણ અને નિરીક્ષણ, એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી, શિષ્યવૃતિ દરખાસ્ત જેવી કામગીરીની જવાબદારીઓના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પડી રહી છે. તેથી શૈક્ષણિક કર્મચારીઓની ૧૦૦ ટકા કાયમી ભરતી તથા બિનશૈક્ષણિક કર્મચારીઓને બઢતી આપ્યા બાદ ખાલી જગ્યા પર કાયમી ભરતી સત્વરે પૂર્ણ કરવી બિનશૈક્ષણિક કર્મચારીઓ કારકુન, ગ્રંથપાલ, પટાવાળા, પ્રયોગશાળા મદદનીશની ભરતીની સંચાલકમંડળને સત્વરે મંજૂરી આપવી, કાયમી શિક્ષકની ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકની ભરતીની સંચાલક મંડળને સત્વરે છૂટ આપવી જોઈએ

સરકાર દ્વારા ઉકેલવામાં આવેલ પ્રશ્નોના ઠરાવ તાત્કાલિક બહાર પાડવામાં આવે અને તા. ૧/૪/૨૦૦૫ પહેલા નિમણૂક પામેલ શિક્ષક કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ પાડતો પરિપત્ર કરવો, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરી, વર્ગ આધારિત ગ્રાન્ટમાં સુધારો કરી પરિપત્ર કરવોની માંગ કરી છે. તેમજ આચાર્યને તા. ૫/૧/૧૯૬૫ ના પરિપત્ર મુજબ એક ઇજાફો આપવા બાબતનો પરિપત્ર કરવો, બિનશૈક્ષણિક સંવર્ગની જગ્યાઓ તા. ૧૬/૮/૧૭ ના ઠરાવથી રદ કરેલ છે તે પુનર્જીવિત કરી આ ઠરાવ તારીખથી આજ દિન સુધી ખાલી પડેલ જગ્યા ઉપર બિનશૈક્ષણિક વર્ગ-૩ (ક્લાર્ક) તથા વર્ગ-૪ (પટાવાળા)ઓની ખાલી જગ્યાઓ ઉપર મહેકમની જોગવાઈ મુજબ પ્રમોશન આપવા તથા ખાતાકીય પરીક્ષા પહેલાના પાત્રતા ધરાવતા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી જોઈએ

આટલું જ નહીં વર્ધિત પૅન્શન યોજના ધારક કર્મચારીઓના અવસાન કે નિવૃત્તી સમયે ૩૦૦ રજા રોકડના રૂપાંતર આપવા બાબતે થયેલ પરિપત્રની સ્પષ્ટતા કરી અમલ કરવો, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક કર્મચારીઓની ભરતી કરવી, બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી પડેલ જગ્યા ઉપર ક્લાર્ક સેવકની ભરતી કરેલ નથી તે જગ્યાઓમાં ખાતાકીય પરીક્ષા લેવાય તે પહેલાના બઢતી મેળવવા પાત્ર વર્ગ-૩ (ક્લાર્ક) વર્ગ.૪ (પટાવાળા) કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી બઢતી આપવી, જુના શિક્ષકની ભરતી કરવી અને આપે સ્વીકાર્યા મુજબ કોર્ટમાંથી એલ.પી.એ. પરત ખેંચવી, સાતમા પગાર પંચના તફાવતનો પાંચમો હપ્તો તાકીદે આપવો, એફ આર સી દ્વારા નિયત કરવામાં આવેલ ફીના સ્લેબમાં કોઈ ફેરફાર છેલ્લા છ વર્ષથી કરવામાં આવેલ નથી તાજેતરમાં રક્ષાશક્તિ સ્કૂલની ફીનો રેશિયો નક્કી કરવામાં આવેલ છે તે મુજબ પ્રાથમિકમાં ૨૨૦૦૦,  માધ્યમિકમાં ૩૩૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૪૦૦૦૦ લઘુતમ ફી નક્કી કરવામાં આવે અને દર વર્ષે ૭ ટકાનો વધારો કરવાની મંજૂરી આપવાની માંગ કરી છે.






Latest News