મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ચોટીલામાંથી પકડાયો


SHARE









વાંકાનેર તાલુકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ચોટીલામાંથી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને વાંકાનેરના સીપીઆઇ અને તેની ટિમ દ્વારા આરોપીને પકડી લેવામાં આવેલ છે અને ભોગબનનારને મુકત કરવામાં આવેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના સીપીઆઇ અને તેની ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોકસોના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી અને ફરીયાદીની સગીરવયની દિકરીનું અપહરણ આરોપી લાલુ ઉર્ફે નરેન્દ્ર ચંદુભાઇ ચાવડા રહે. આંબેડકરનગર-૫, થાનગઢ જીલ્લો સુરેન્દ્રનગર વાળો કરી ગયો હોવાની ફરિયાદ તા.૧૮-૭+૨૩ ના રોજ નોંધાવવામાં આવી હતી.જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તેમજ ભોગબનનારને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને સીપીઆઇ વી.પી. ગોલ, મયુરસિંહ, રાજેશભાઇ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના મયુરધ્વજસિંહ જાડેજા અને હંસાબેન પાપોદરાની સંયુકત ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ કરવામાં આવી રહી હતી અને આરોપી ચોટીલા હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને તેની ધરપકડ કરી હતી અને સગીરાને મુક્ત કરાવેલ છે.




Latest News