મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના હરિઓમ પાર્કમાં ઘરમાંથી ૩૩ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના હરિઓમ પાર્કમાં ઘરમાંથી ૩૩ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબી નજીકના ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૩ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૨૦૧૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક મકાન નંબર સી-૮૭ માં રહેતા રાજેશભાઈ અઘારાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૩ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૨૦૧૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ દલસુખભાઈ અઘારા જાતે પટેલ (૨૯) રહે. હરિઓમ પાર્ક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

જુગારી પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં ઈંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૬૦૦ ની રોકડ કબજે કરીને મુકેશ ચંદુભાઈ શેખાણી (૨૩) અને સંદીપ મેરૂભાઈ ભોજવિયા (૪૦) રહે. બંને વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News