મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સિઝનનો ૭.૫ થી ૧૮ ઇંચ સુધી વરસાદ


SHARE







મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સિઝનનો ૭.૫ થી ૧૮ ઇંચ સુધી વરસાદ

મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં જે વરસાદ પડ્યો છે તેના આંકડા ઉપર નજર કરીએ તો અત્યાર સુધીના મોરબી જિલ્લાના પાંચેય તાલુકો સવા સાત ઈંચથી લઈને ૧૮ ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે જો કે, તેમ છતાં પાનાં ગરમી અને બફારો ઓછો થતો નથી તે હકકીત છે

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે અને ત્યારે કેટલાક વિસ્તારમાં તો આભ ફાટયું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં ખૂબ સારો વરસાદ થયો છે અને જે ખેડૂતો દ્વારા આગોતરી વાવણી કરી હતી તેમના પાકને પાનાં હાલમાં પડી રહેલા વરસાદથી ફાયદો થઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમમાથી મળતી માહિતી મુજબ ચાલુ સીઝનમાં મોરબીમાં ૧૮, ટંકારમાં ૧૬, વાંકાનેરમાં ૧૨, હળવદમાં ૧૩ અને માળીયામાં ૭.૫ ઇંચ વરસાદ નોંધાયેલ છે જોકે મોરબી જીલ્લામાં આજની તારીખે પાંચેય તાલુકો સવા સાત ઈંચથી લઈને ૧૮ ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે જો કે, તેમ છતાં પાનાં ગરમી અને બફારો ઓછો થતો નથી ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનાં અન્ય જિલ્લાઓની જેમ મોરબી જીલ્લામાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરશે તેવું દેખાઈ રહ્યું છે






Latest News