મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન: માર્કેટ યાર્ડમાં ખેડૂત કેન્દ્રમાં બઘડાટી


SHARE









મોરબી જિલ્લામાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન: માર્કેટ યાર્ડમાં ખેડૂત કેન્દ્રમાં બઘડાટી 

મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં સારો વરસાદ થયો હોવાથી હાલમાં ખેડૂતોએ અગાઉ જે વાવણી કરી હતી તે પાકમાં ખાતરની જરૂરિયાત છે અને યુરિયા ખાતર લેવા માટે તેને ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે પરંતુ ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો આવતો ન હોવાથી ખેડૂતો રાત ઉજાગરા કરે છે તેમ છતાં પણ તેઓને ખાતર મળતું નથી જેથી કરીને તેમનો પાકને નુકસાન થાય તેવું હાલમાં ખેડૂતો જણાવી રહ્યા છે

મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે અને કેટલાક વિસ્તારોમાં તો જળબંબાકાર થઈ ગયો તેવી પરિસ્થિતિ હાલમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં ખૂબ સારો વરસાદ થયો છે અને જે ખેડૂતો દ્વારા વાવાઝોડાની અસરના ભાગરૂપે વરસાદ પડ્યો હતો ત્યાર પછી જે ખેડૂતોએ આગોતરી વાવણી કરી હતી તેમના પાકને હાલમાં ખાતર આપવાની જરૂર છે અને વરસાદ પણ સારો થયો છે ત્યારે ખાતર ન મળે તો પાકને નુકસાન થાય તેવી ભીતિ સિવાય રહી છ

આજે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે નર્મદા ખેડૂત કેન્દ્ર ખાતે ખેડૂતો વહેલી સવારે ત્રણ અને ચાર વાગ્યાથી ખાતર મેળવવા માટે થઈને લાઈનમાં ઉભા હતા પરંતુ ખાતરનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપરથી આવતો ન હોવાના કારણે હાલમાં ખેડૂતોને ખાતર મળતું નથી અને રાત ઉજાગરા કરે તેમ છતાં પણ ખેડૂતોને ખાતર મળતું ન હોવાથી ખાતરના અભાવના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે

જોકે ખેતીવારી વિભાગના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૦ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોરબી જિલ્લામાં આવી ગયો છે અને તે ખેડૂતોને આપવામાં આવ્યો છે જોકે હજુ અંદાજે બે હજાર મેટ્રિક ટન ખાતરના જથ્થાની જરૂરિયાત છે જેની સામે હાલમાં ઉપરથી માલ ઓછો આવતો હોવાથી ખેડૂતોને થોડી હાલાકી થઈ રહી છે પરંતુ વહેલા વહેલી તકે તમામ ખેડૂતોને ખાતરનો જથ્થો જરૂરિયાત પ્રમાણે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે થઈને હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે




Latest News