મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાં લોડરના ચાલકે માતા-પુત્રને હડફેટે લેતા બે વર્ષના બાળકનું મોત


SHARE









મોરબીના બેલા પાસે કારખાનામાં લોડરના ચાલકે માતા-પુત્રને હડફેટે લેતા બે વર્ષના બાળકનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં લોડરના ચાલકે બેફિકરાઈથી પોતાનું લોડર રિવર્સમાં લીધું હતું ત્યારે માતા અને તેના બાળકને હડફેટે લેતા બે વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું જોકે ઇજાગ્રસ્ત માતા સારવાર હેઠળ છે આ બનાવની મૃત બાળકના પિતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડરના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા લોકેન્દ્રભાઈ રામસિંગ ઝાલા જાતે આદિવાસી (૩૬)એ લોડર નંબર જીજે ૩૬ એસ ૫૫૬૬ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લેમન સિરામિકના સ્પ્રે ડાયર વિભાગમાં તેના પત્ની પૂજાબેન અને તેનો દીકરો કનૈયા બંને હતા ત્યારે લોડરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું અને તે બંનેને હડફેટે લીધા હતા ત્યારે કનૈયા (૨)ને વધુ ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જો કે, તેની માતા પૂજાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવેલ છે હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લોડરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એમ. સગારકા અને તેની ટીમ ચલાવી રહ્યા છે

અકસ્મામાં ઇજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો વિકાણી પ્રેમ સાગરભાઇ (૭) નામનો બાળક મોરબીના વીસીપરા વિસ્તારમાંથી સાયકલ લઈને જતો હતો ત્યારે સાયકલમાંથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News