માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી ગ્રાહકને વ્યાજ સાથે વીમો ચૂકવવા આદેશ


SHARE







મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી ગ્રાહકને વ્યાજ સાથે વીમો ચૂકવવા આદેશ

ટંકારના ધ્રુવનગરના વતની અને મોરબી જીલ્લા પંચાયત ના એકાઉન્ટર સાવનભાઇ જગદીશભાઇ રાજપરા ને કોરોના થતાં દેવભૂમિ હોસ્પીટલ જામખંભાળીયા માં સારવાર લીધેલ ઓરીએન્ટ વીમા કંપની નો વીમો હોય અને રેગ્યુલર વીમો ભરતા હોય બે લાખ પચાસ હજાર ખર્ચ થયેલ વીમા કંપની એ મંજુર ના કરતા સાવનભાઇ એ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશન માં ફરિયાદ દાખલ કરતાં ગ્રાહકને અઢીલાખ રૂપિયા સાત ટકા ના વ્યાજ સાથે અને પાંચ હજાર ખર્ચના તા.૨૯-૬-૨૨ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

ટંકારા તાલુકાના ધુવનગર ના વતની અને મોરબી જીલ્લા પંચાયત ના એકાઉન્ટર સાવનભાઇ જગદીશભાઇ રાજપરા ને કોરોના થતાં દેવભૂમિ હોસ્પીટલ જામખંભાળીયા માં દાખલ થયેલ તેઓ ઓરીયન્ટ વીમાકંપની ની પોલીસી ધરાવતા હતાં અને વીમો ભરેલ હતો પરંતુ વીમા કંપની એ કહેલ કે એવો કોરોના હતો નહી કે દાખલ થવાની ફરજ પડે આઉટ ડોર પેસન્ટ તરીકે સારવાર લઇ શકે આવી દલીલ ગ્રાહક અદાલતે માન્યરાખી નહી અને ગ્રાહક સાવનભાઈ રાજપરા ને ઓરીયન્ટ વીમા કંપની એ અઢીલાખ સાત ટકાના વ્યાજ અને પાંચ હજાર ખર્ચ પેટે તા.ઃ-૨૯/૦૬/૨૦૨૨ થી ચુકવવાનો આદેશ કરેલ છે ગ્રાહકોને વીમા કંપનીને વીમો લેવો હોય ત્યારે એજન્ટો પાછળ ધકકાખાતા હોય છે પરંતુ જયારે ચુકવવાનો સમય આવે ત્યારે હાથઉચાકરી સાચા-ખોટા બાના બતાવીને વીમો કેન્સલ કરે છે ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ કોઇપણ ગ્રાહક છેતરપીંડીનો ભોગ બને તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) મંત્રી રામભાઇ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્કે કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News