મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના કેરાળા(હ) પાસે કારખાનામાં ટ્રકમાંથી નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









મોરબીના કેરાળા(હ) પાસે કારખાનામાં ટ્રકમાંથી નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી તાલુકાના કેરાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં લોડિંગ પોઈન્ટ ઉપર રાખવામા આવેલ ટ્રકમાંથી કોઈ કારણોસર યુવાન નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ મહારાષ્ટ્રના પુને શહેર સુધી લઈ ગયા હતા જો કે, ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં મોરબીના કેરાળા હરીપર ગામની સીમમાં આવેલ ઇકોલક્સ ટાઇલ્સ સીરામીક નામના કારખાનામાં લોડિંગ પોઇન્ટ ઉપર ટ્રક સાથે આવેલ ક્લીનર વિકાસભાઈ સુરેશભાઈ તોડકર જાતે મરાઠા (૨૪) નામનો યુવાન લોડીંગ પોઇન્ટ ઉપર ટ્રકમાંથી કોઈ કારણોસર નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ ત્યાંથી મહારાષ્ટ્રના પુને શહેરમાં આવેલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી પુના પોલીસ દ્વારા આ બનાવ અંગેની નોંધ કરી કાગળી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મૃતકના ભાઈ તુષારભાઈ સુરેશભાઈ તોડકર જાતે મરાઠા (૩૧) રહે. માલેકદોડી મહારાષ્ટ્ર વાળાએ મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરી છે અને મૃતકના ડોક્ટર દ્વારા વિશેરા પણ લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે હાલમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે




Latest News