મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

હળવદ, વાંકાનેર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: ૧૩ જુગારી પકડાયા


SHARE







હળવદ, વાંકાનેર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: ૧૩ જુગારી પકડાયા

હળવદ તાલુકાના રણછોડગઢ, વાંકાનેરના નવાપરા અને મોરબીના લીલપર પાસે જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ૧૩ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં જુદાજુદા ત્રણ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી વખતે પ્રમાણે હળવદ તાલુકાના રણછોડગઢ ગામમાં રહેતા સંદીપભાઈ સિણોજીયાના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જગદીશભાઈ પ્રભુભાઈ પાટડીયા (૩૪), ભીમાભાઇ રૂડાભાઈ ચડાસણીયા (૪૨), વિનોદભાઈ રસિકભાઈ વીંજવાડીયા (૩૨), લાલજીભાઈ પ્રભુભાઈ મદ્રેસાણીયા (૩૦), સંજયભાઈ ધાનાભાઈ સિણોજીયા (૨૨), રાયધનભાઈ રામજીભાઈ વિજવાડીયા (૨૮) અને સંદીપભાઈ રામજીભાઈ સિણોજીયા (૨૮) રહે. બધા હળવદ અને વાંકાનેર તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૬૯૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેરના નવાપરા પાસે પેટ્રોલ પંપની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અક્રમભાઈ દાઉદભાઈ બેજાણી (૨૫), સંજયભાઈ નાજાભાઇ મુંધવા (૨૪) અને લાલજીભાઈ રામેશ્વરભાઇ ચાકરે (૨૫) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે

મોરબીના લીલાપર ગામની સીમમાં પારિજાત પેપરમીલની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા નાનજીભાઈ વિનુભાઈ વાઘેલા (૨૭), રાયદેવભાઈ રઘુભાઈ વાઘેલા (૨૯) અને કેશુભાઈ રાયદેવભાઈ કામડિયા (૩૭) રહે. બધા લીલાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦૨૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News