મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓને અગત્યનું શૈક્ષણિક સાહિત્ય અપાયું


SHARE









મોરબી જિલ્લામાં શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓને અગત્યનું શૈક્ષણિક સાહિત્ય અપાયું

મોરબી જિલ્લાની રચના થયા બાદ પ્રથમ વખત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ મોરબી દ્વારા આવક જાવક રજીસ્ટર, જન્મ તારીખના દાખલા, એલ.સી બુક, શિક્ષક હાજરી પત્રક જેવું તમામ અગત્યનો શૈક્ષણિક સાહિત્ય મોરબી જિલ્લાની તમામ શાળાઓને ફાળવવામાં આવ્યુંહતુ.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લો અગાઉ રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ હોઈ અત્યાર સુધી તમામ શૈક્ષણિક સાહિત્યમાં જિલ્લા પંચાયત રાજકોટ એવો નામોલ્લેખ રહેતો. જે હવેથી ઉપરોક્ત શૈક્ષણિક સાહિત્ય પર "જિલ્લા પંચાયત મોરબી" મુદ્રિત થયેલ છે. આ સાહિત્ય વિતરણ કરવા પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણભાઈ અંબારિયા તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચરની ઉપસ્થિતિમાં તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સાહિત્ય વિતરણ કરેલ છે ત્યારે ટીપીઈઓ માળીયા શર્મિલાબેન હુમલ, ટીપીઈઓ હળવદ દીપાબેન બોડા, ટીપીઈઓ વાંકાનેર મંગુભાઈ પટેલ તથા ટીપીઈઓ ટંકારા જારીયા હાજર રહ્યા હતા અને શિક્ષણ સાહિત્ય માટે ભવિષ્યમાં પણ કોઈ જરૂરિયાત જણાય તો જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી વ્યવસ્થા કરવા માટે હંમેશા માટે  તૈયાર હોવાનું શિક્ષણ સમિતિના ચેરમેનએ જણાવ્યું હતું.




Latest News