મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભાગવત કથાનું આયોજન


SHARE









મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભાગવત કથાનું આયોજન

મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે ભાગવત કથાનું તા.૨૪-૭ થી ૩૦-૭ દરોજ બપોરે ૩ થી ૬ આયોજન કરાયેલ છે. સર્વ ધર્મપ્રેમીઓને જણાવવામાં આવેલ છે કે શ્રી અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણની યશોગાથા મોરબીની પવિત્ર ધરતી ઉપર પતિત પાવની એવી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના માધ્યમથી શુભ આયોજન કરવામાં આવેલ કરેલ છે.આ દિવ્ય જ્ઞાનયજ્ઞમાં જીવ, જગત અને જગદીશનો સબંધ સમજી જીવનને નારાયણ પ્રિય બનાવી સાર્થક કરવામાં સંસારરૂપી ગૃહસ્થ ધર્મને સમજવા ઈશ્વરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સૌને પધારવા જાહેર નિમંત્રણ છે.

કથા પ્રારંભ અધિક શ્રાવણસુદ ૬ ને સોમવાર તા.૨૫-૭ થી થયેલ છે અને કથા વિરામ અધિક શ્રાવણ સુદ ૧૧ ને રવિવાર તા.૩૦-૭ ના રોજ થશે.આ કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યોપ્દેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ઉજવાશે કથાના વક્તા તરીકે  મોરબીના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા આ દિવ્યકથાનું રસપાન કરાવશે.કથા લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે યોજાએલ છે.કથાનો સમય બપોરે ૩ થી ૬ કલાક સુધીનો રહેશે.કથા શ્રવણ માટે  મહિલા મંડળો તેમજ ગોપી મંડળોને તેમજ જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવેલ છે




Latest News