માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ટુ-ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઈન અરજી કરી શકશે


SHARE













મોરબી જિલ્લામાં ટુ-ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઈન અરજી કરી શકશે

મોરબી જિલ્લાના ટુ વ્હીલર, ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી શરૂ કરવામાં આવી છે અને તા ૧/૮ થી ૩/૮ સુધીમાં અરજદારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG, GJ36 AH  અને ફોર વ્હીલર માટે GJ36 AJ તેમજ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટે GJ36 X તથા થ્રી વ્હીલર વાહનો માટે GJ36 W સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૦૧/૦૮/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા. તા.૦૧/૦૮/૨૦૨૩ થી તા.૦૩/૦૮/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૦૩/૦૮/૨૦૨૩ થી તા.૦૫/૦૮/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૦૫/૦૮/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. બાકી રકમનું ચુકવણું પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. અને પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News