મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા નજીકથી કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી: હત્યાની આશંકા, તપાસનો ધમધમાટ


SHARE







ટંકારાના હડમતીયા નજીકથી કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી: હત્યાની આશંકા, તપાસનો ધમધમાટ

ટંકારા તાલુકાના હડમતીયાથી કોઠારીયા તરફ જવાના રસ્તા ઉપર કોથળામાં પેક કરેલ મહિલાની લાશ ગઇકાલે મળી આવી હતી જેથી કરીને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને મૃતક મહિલાની બોડીને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવી છે અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે

બનાવની મળતી વિગત મુજબ અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની મહિલાની ટંકારા તાલુકાનાં હડમતીયાથી કોઠારીયા તરફ જવાના રસ્તા ઉપર આવતા વોકળા પાસેથી કોથળામાંથી લાશ મળી હતી જેથી કરીને ટંકારા તાલુકા પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી જેથી પીએસઆઈ એમ.જે. ધાંધલ તેમજ બીટ જમાદાર સિદ્દીકી સાહિદભાઈબિપીનભાઈ સહિતના ત્યાં દોડી આવ્યા હતા અને મહિલાની લાશને ટંકારા સરકારી હોસ્પિટલે લઈને ગયા હતા ત્યાર બાદ આજે મહિલાની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી છે વધુમાં મળતી માહિતી મુજબ લાશ અંદાજે ત્રણથી ચાર દિવસ પહેલાની હોય તેવી શક્યતા દેખાઈ રહી છે અને તેને સળગાવી દેવાની પણ કોશિશ કરી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જો કે, મહિલાની ઓળખ મેળવવા માટેની હાલમાં ટંકારા પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે અને ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મોતનું ચોકકસ કારણ સામે આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે






Latest News