મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા પાસે ખાણ ખનીજની રેડ: બે હિટાચી-એક ડમ્પર સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે


SHARE





વાંકાનેરના તીથવા પાસે ખાણ ખનીજની રેડ: બે હિટાચી-એક ડમ્પર સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં તીથવા ગામે ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે હીટાચી મશીન અને એક ડમ્પર કબજે કરીને કુલ એક કરોડથી વધુનો મુદામાલ કબજે કરલે છે

મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એમ. વાઢેરની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.કે. કણસાગરા, માઇન્સ સુપરવાઇઝર જી.કે.ચાંદારાણા અને એમ.આર. ગોજીયા દ્વારા વાંકાનેર તાલુકાના તીથવા ગામે રેડ કરવામાં આવી હતી ત્યારે સરકારી ખરાબામાંથી ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બે હિટાચી મશીન અને એક ડમ્પરને કબજે કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા અને જે બે હિટાચી મશીનને કબજે કરેલ છે તેમાંથી એક ગાભાઈ બાંભવા (કેરાળા) અને બીજું નરેશભાઈ ભુભરીયા (મકનસર) નું હોવાની સામે આવ્યું છે જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે






Latest News