મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય-યુવા ભાજપના ઉપપ્રમુખનો ઓડિયો વાયરલ થવાનો મામલો: પાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતનાઓની સામે નોંધાઇ ફરિયાદ, રાયોટિંગનો ગુનો નોંધાયો


SHARE













મોરબીના ધારાસભ્ય-યુવા ભાજપના ઉપપ્રમુખનો ઓડિયો વાયરલ થવાનો મામલો: પાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતનાઓની સામે નોંધાઇ ફરિયાદ, રાયોટિંગનો ગુનો નોંધાયો

મોરબી પંથકમાં એક પખવાડિયા પહેલા ધારાસભ્યનો એક ઓડિયો વાયરલ થયેલ હતો જેમાં માળિયા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય વાતચીત કરતા હતા અને તેમાં ખાસ કરીને જે તે સમયે મોરબીના રવાપર રોડ ઉપર ફાયરિંગની ઘટના બની તેને લઈને ધારાસભ્ય “હું રાજી થયો છું ગુંડાગર્દી સામે લડવું જોઈએતે પ્રકારની વાત કરી હતી ત્યાર બાદ આ ઓડિયોમાં વાત કરી રહેલા માળિયા મીયાણા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખને માર મારવામાં આવ્યો હતો જેની હવે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિત કુલ મળીને નવ શખ્સોની સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હાલમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રવાપર સીડેન્સી હરીદર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૭૦૨ માં રહેતા પ્રજ્ઞેશભાઇ ઉર્ફે રઘો રમેશભાઇ ગોઠી જાતે પટેલ (૩૨)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અમીતભાઇ દેવાભાઇ અવાડીયા રહે. ભકિતનગર સર્કલ મોરબી તેમજ તેની સાથે આવેલા અજાણ્યા સાતથી આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે ફોન ઉપર વાત કરી હતી જે ઓડિયો મોરબીના સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જે સોશીયલ મીડીયામાં વાયરલ થવામાં આરોપી અમિતભાઈ દેવાભાઇ અવાડિયાનુ નામ જાહેર નહીં કરવા બાબતે ફરિયાદીને રૂબરૂમાં ધમકી આપી હતી

ત્યાર બાદ ફરિયાદીને રવાપર ચોકડી પાસે બોલાવ્યો હતો અને ત્યાં કાળા કલરની થાર તથા કાળા કલરની વરના નંબર પ્લેટ વગરની બે ગાડી તથા બે એકટીવામાં અમિતભાઈ અને તેની સાથે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ધોકા તથા લોખંડના પાઇપ વડે તેને માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા ફરિયાદીને મોરબી સિવિલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવમાં હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અત્રે ઉલેખનીય છે કે, ધારાસભ્ય સાથે વાતચીતનો જે ઓડિયો વાઇરલ થયેલ હતો તેમાં મોરબીના રવાપર રોડ ઉપર સુભાષનગર પાસે જે ફાયરિંગની ઘટના બની હતી તેની તેમજ શનાળા રોડે શોપિંગના પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે થયેલ મારામારીની ચર્ચા કરવામાં આવે છે અને ખાસ કરીને ધારાસભ્ય રવાપર રોડે ફાયરિંગની ઘટના બની તેનાથી હું રાજી થયો ગુંડાગર્દી સામે લડવું જોઈએ તે પ્રકારની વાત કરતા હોય તેવું સાંભળવા મળે છે તેની સાથો સાથ આપણી પાર્ટીમાં જ ગુંડા આવી ગયા છે કોંગ્રેસમાં ક્યાં કોઈ છે તેવો પણ અવાજ સાંભળવા મળી રહ્યો છે ત્યારે આ ઓડિયો વાઇરલ કરવા પાછળ મુખ્ય કયો હેતુ હતો તે પોલીસ તપાસમાં સામે આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News