મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં કારખાનામાં કામ કરતા વૃદ્ધ અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજયું


SHARE









મોરબીના લાતી પ્લોટમાં કારખાનામાં કામ કરતા વૃદ્ધ અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજયું

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં જે.કે. મોલ્ડિંગ કારખાનામાં મજૂરી કામ કરતા વૃદ્ધને અચાનક જ ગભરામણ થવા લાગી હતી અને ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા જેથી તેને ઇકો ગાડીમાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં-૩ માં આવેલ જે.કે. મોલ્ડિંગ કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા અમરનાથ ખેદુરામ ગૌતમ જાતે અનુ.જાતિ (૬૦) કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેને ગભરામણ થવા લાગી હતી અને ચક્કર આવવા લાગ્યા હતા અને તે પડી ગયા હતા જેથી કરીને બેભાન હાલતમાં તેને સારવાર માટે ઇકો મારફતે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને તેના પરિવારજન પીન્ટુભાઇ અમરનાથ ગૌતમ (૨૪) રહે. હાલ જે.કે. મોલ્ડિંગ કારખાનું મોરબી મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળાએ એ ડિવિઝન પોલીસને આ બનાવની જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબી શહેરના ઘંટીયાપા વિસ્તારમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ ચત્રભુજભાઇ કારીયા જાતે લોવાણા (૫૮) રહે. ઘંટીયાપા ગ્રીન ચોક પાસે મોરબી વાળા વરલીના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસને ૪૪૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી કરેલ છે




Latest News