મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાન સારવારમાં


SHARE









મોરબીના કુલીનગરમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા યુવાનને કોઈ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગરમાં રહેતો સાગર અજયભાઈ દેવીપુજક (૨૬) નામનો યુવાન કૂલીનગર વિસ્તારમાં હતો ત્યારે તેને ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિજન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના નવા સાદુળકા ગામે રહેતા મુમતાજબેન સલીમભાઈ સુમરા (૨૭) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પોતાના ગામ પાસેથી વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મુમતાજબેનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીના જુના સાદુળકા ગામે રહેતા વિશ્વદિપસિંહ લખધીરસિંહ ઝાલા (૨૨) નામનો યુવાન પોતાના ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્મતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલા યુવાનને તેના પિતા સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.




Latest News