મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં જીતુભાઈનું નામ કાઢવા ખેલ પડ્યો, ગાંધીનગરમાં કારી ન ફાવી !


SHARE









રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં જીતુભાઈનું નામ કાઢવા ખેલ પડ્યો, ગાંધીનગરમાં કારી ન ફાવી !

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકિત ગોલ સિધ્ધ કરવા માટે કે પછી અધિકારીની બેદરકારીના લીધે જીતુભાઈનું નામ કાઢવાનો ખેલ પડ્યો હતો જોકે, ગાંધીનગર ખાતે વડાપ્રધાનની હાજરીમાં તમામ ધારાસભ્યોની હાજરીમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં કોઇની કારી ફાવી નહીં અને ત્યાં હાજર રહેલા ૧૫૬ ધારાસભ્યો સહિતના ૧૭૫ લોકોમાંથી વડાપ્રધાને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે વાત કરી હતી જો કે, રાજકોટમાં જે ખેલ પાડવામાં આવ્યો હતો તેની ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે

ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમૂહ ભોજન લીધું હતું તે દરમિયાન ભાજપના જુના કાર્યકર્તા અને હાલ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમણીને જોઈ જતા વડાપ્રધાને કહ્યું હતું કે "જીતુ કાલની સભામાં જોયો તને, હજુ એવોને એવો જ છો કાઈ ફેર નથી પડ્યો તારામાં" ત્યારે જીતુભાઇ સોમાણીએ કહ્યું હતું કે, “સાહેબ અઢાર કિલો વજન ઘટાડી દીધો” જે સાંભળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્મિત સાથે બાજુમાં બેઠેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કહ્યું હતું કે “આને અઢાર કિલો ઘટાડી દીધો તો આનો વજન કેટલો હશે” તે રમુજ હતી કે કટાક્ષ તે સમજવા વાળા માટે સંકેત જ કાફી છે અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં લોકાર્પણનો કાર્યક્રમ અને જંગી સભા યોજાઇ હતી તેમાં સ્ટેજની બેઠક વ્યવસ્થામાં જીતુભાઈનું નામ કાઢવા માટેનો ખેલ પાડવામાં આવ્યો હતો જો કે, છેલ્લી ઘડીએ કલેક્ટર સહિતના અધિકારીઓને દોડાદોડી થઈ ગયેલ હતી અને ત્યાર બાદ જીતુભાઈનું નામ સ્ટેજ ઉપર આવ્યું પરંતુ પ્રોટોકોલ મુજબ સ્વાગત સન્માનમાં તેની નામ રાખવામા આવ્યું ન હતું અને એન્કર તેનું નામ બોલ્યા ન હતા જેથી કરીને જીતુભાઈ સ્ટેજ ઉપર હતા તો પણ ત્યાં આગળ ગયા ન હતા જેથી કરીને નરેન્દ્રભાઈ મોદીએ કટાક્ષ કર્યો હતો કે “તને કાલે સ્ટેજ ઉપર જોયો” જો કે, રાજકોટમાં ખેલ પડનારાની ગાંધીનગરમાં કારી ફાવી ન હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની સાથે જ વાત કરી હતી જે હાલમાં રાજકીય ચર્ચાનો વિષય બનેલ છે અને રાજકોટમાં જે ખેલ પાડવામાં આવેલ છે તેની ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી છે તેના આગામી દિવસોમાં પડઘા પડશે




Latest News