મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, બેની શોધખોળ


SHARE









મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, બેની શોધખોળ

મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ક્રિકેટ સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ક્રિકેટ રમતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી રોકડ તથા મોબાઇલ મળીને ૧૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે અન્ય બે શખસોના નામ સામે આવ્યા હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી તે સમયે વિશાલ લાલજીભાઈ સોનાગ્રા જાતે સતવારા (૨૫) રહે, વજેપર શેરી નં-૨૧ મોરબી વાળો ભારત વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે ક્રિકેટ મેચ લાઈવ ગુરુ ઓનલાઈન એપ્લિકેશનમાં જોઈને રનફેરનો હાર જીતનો જુગાર રમતો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૫૦૦ રૂપિયા રોકડા અને ૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ૧૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તે ચીખલી ગામના રહેવાસી અતુલભાઇ સાથે જુગાર રમતો હતો અને ડીસાના રહેવાસી અરમાન મેમણ પાસેથી જુગાર રમવા માટે આઈડી મેળવીને જુગાર રમતો હતો જેથી આ બંને શખ્સોની સામે પણ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News