મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં ટેક્સ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીમાં ટેક્સ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ પેઢીના સંચાલક દ્વારા કરોડો રૂપિયાનો વેપારી કરીને સરકારમાં જમા કરવાના થતો ૧૮ ટકા ટેક્સ જમા કરાવેલ નથી અને આટલું જ નહીં પરંતુ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરીને તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલા આરોપીના બે દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીમાં રહેતા અને જીએસટી વિભાગમાં ફરજ બજાવતા અધિકારી થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને રફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી, ગફારભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી અને તોફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી વાળાની સામે સરકારની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, રફાળેશ્વર ઇન્ડ. એસ્ટેટમાં પ્લોટ નં ૧૯૨/૧૯૬ મે. વિક્રમ એલોય નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭, ૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૪૩,૮૪,૪૦૪ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ નથી અને ત્રણેય આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરીને સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરેલ છે જેથી અધિકારી નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ તથા ગુજરાત મુલ્યવર્ધિત વેરા કાયદા હેઠ્ળ કલમ ૮૫(સી), (ઈ) અને (જી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા (૫૮) રહે. કુબેરનાથ રોડ મોરબી વાળાની ધરપકડ કરીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અત્રે ઉલેખનીય છેકે, આ ગુનામા હજુ બે આરોપીને પકડવાના બાકી છે






Latest News