મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણી


SHARE









મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણી

ગુજરાત સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧ ઓગસ્ટ થી તા. ૭ ઓગસ્ટ સુધી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તા. ૧  ઓગસ્ટના રોજ “મહિલા સુરક્ષા દિવસ” સમય ૪.૦૦ થી ૫.૦૦ કલાકે  અરૂણોદય સોસાયટી વાંકાનેર, તા. ૨ ઓગસ્ટના રોજ “બેટી બચાઓ બેટી પઢાઓ” સમય ૧૧.૩૦ થી ૧.૦૦ કલાકે એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કુલ વીસી ફાટક મોરબી, તા.૩ ઓગસ્ટના રોજ “મહિલા સ્વાવલંબન દિવસ” સમય ૩.૩૦ થી ૫.૩૦ કલાકે જુના આર્યસમાજ ટંકારા, તા. ૪ ઓગસ્ટના રોજ “મહિલા નેતૃત્વ દિવસ” , તા.૫ ઓગસ્ટના રોજ “મહિલા કર્મયોગી દિવસ” સમય ૩.૦૦ થી ૪.૦૦ કલાકે સીમ્પોલો સિરામિક મોરબી , તા.૬ ઓગસ્ટના રોજ “મહિલા કલ્યાણ દિવસ” સમય ૧૦.૩૦ થી ૧૧.૩૦ કલાકે નવયુગ કોલેજ વીરપર, તા. ૭ ઓગસ્ટના રોજ “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”  કલેકટર કચેરી મોરબી ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.

આ તમામ દિવસોની ઉજવણીમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ.વિભાગ, જિલ્લા ઉદ્યોગ વિભાગ, જિલ્લા રોજગાર અને તાલીમ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, શ્રમ અને રોજગાર વિભાગ સહીતના જિલ્લાના વિવિધ વિભાગો સહભાગી થશે. આ ઉજવણીમાં મોરબી જિલ્લાની મહિલાઓ તથા યુવતીઓને ઉત્સાહભેર અને બહોળા પ્રમાણમાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News