મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાં ત્રણ વ્યક્તિને ગાળો આપીને બે શખ્સોએ હોકી વડે માર માર્યો


SHARE









મોરબીના કાલિકા પ્લોટમાં ત્રણ વ્યક્તિને ગાળો આપીને બે શખ્સોએ હોકી વડે માર માર્યો

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન સહિતના ત્રણ વ્યક્તિઓને બેફામ ગાળો આપી હતી અને હોકી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં કાલિકા પ્લોટ શેરી નં-૧ માં મોમાઈ કૃપા જિલાની પેલેસ સામે રહેતા અને રસોઈ કામ કરતા લોપારામ કાનારામ મીના જાતે ઠાકૂર (૨૮)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સત્યદિપસિંહ દિલીપસિંહ જાડેજા અને જયવીરસિંહ દિલીપસિંહ જાડેજા રહે. બંને કાલિકા પ્લોટ શેરી નં-૧ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ઘર પાસે આવીને બંને આરોપીઓ બેફામ ગાળો બોલતા હતા અને ત્યારે તે બહાર આવતા તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સત્યદીપસિંહે હોકી વડે તેને ડાબા પગમાં સાથળના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમજ પાર્થ તેરૈયા અને સિદ્ધાર્થ લોહારને પણ હોકી વડે અને ઢીકા પાટુનો માર મારી ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી જેથી કરીને ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ લોપારામ મીના દ્વારા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા ધારાબેન રાજેશભાઈ નાગલા (૨૧) નામની યુવતી રિક્ષામાં બેસીને વાવડી ચોકડી પાસેથી પસાર થતી હતી ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ધારાબેન નાગલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News