મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી ક્રિકેટ રમવા ગયેલા બે સગીર પાણીમાં ડૂબી જતાં મોત: ડેડબોડી ફિરેન્સિક પીએમમાં ખસેડાઇ


SHARE









મોરબીમાં ઘરેથી ક્રિકેટ રમવા ગયેલા બે સગીર પાણીમાં ડૂબી જતાં મોત: ડેડબોડી ફિરેન્સિક પીએમમાં ખસેડાઇ

મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ પાણીના ખાડામાં બે સગીર ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે સ્થળ ઉપર જઈને બંને સગીરના મોત થયા હતા જેથી કરીને તે બંને સગીરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ પાણીના ખાડામાં બે સગીર ડૂબ્યા હોવાની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી કરીને દેવેન્દ્રસિંહ સહિતની ટિમ ત્યાં પહોચી હતી અને ફાયર ટીમે દ્વારા પાણીમાં ડૂબી ગયેલા સગીરોને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે પાણીમાંથી સાહિલ સંજયભાઈ શેખાણી (૧૭) અને જેશીંગ પ્રફુલભાઈ ધોળકીયા (૧૪) રહે. બંને વીસીપરા મોરબી વાળાની બોડીને પાણીમાંથી કાઢી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં આ કેસની તપાસ કરી રહેલા હિતેશભાઇ મકવાણા  સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, બંને સગીર મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમવા માટે રવિવારે ગયા હતા ત્યાર બાદ ત્યાંથી ન્હાવા માટે તેઓ ગયા હતા અને ત્યારે કોઈ કારણોસર તે બંને પાણીમાં ડૂબી જતાં તે બંનેના મોત નિપજ્યાં હતા અને તેની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે




Latest News