મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં માથા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં યુવાનનું મોત


SHARE















મોરબીના રફાળેશ્વર પાસે ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં માથા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં યુવાનના માથા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આરોપી અકસ્માત સર્જીને ટ્રક લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી મૃતકના પરિવાર દ્વારા તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં રફાળેશ્વર ગામની સીમમાં પોલીસ હેડ કવાર્ટરની સામેના ભાગમાં આવેલ સિદ્ધાર્થ ટ્રાન્સપોર્ટ ખાતે રહેતા પ્રદીપકુમારસિંહ કુંવરબહાદુરસિંહ ગહરવર જાતે રાજપૂત (૩૯)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સિદ્ધાર્થ ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં આવેલ કાચા રસ્તા ઉપર તેના કૌટુંબિક ભાઈ અરુણકુમારસિંહ હીરામણી ગહરવર (૩૬) ના માથા ઉપર અજાણ્યા ટ્રક ચાલકે તેના ટ્રકના તોતિંગ વ્હીલ ફેરવી દીધા હતા જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં પ્રદીપકુમારસિંહ ગહરવર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા તેજસબેન મૂળજીભાઈ (૨૪) નામની યુવતી સમજુબા સ્કૂલ પાસેથી એકટીવા લઈને જઈ રહી હતી ત્યારે તેના એકટીવાની આડે બાઈક આવી ગયું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવતીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના વાવડી ગામે રહેતા મિતુલભાઈ લખધીરની સાત વર્ષની દીકરી સીપાબેનને સમજુબા સ્કૂલ પાસે પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાળકીને ઈજા થઈ હોવાથી સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની વધુ તપાસ એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News