મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

હળવદ નજીક ડ્રાઈવરને લાફા ઝીકિને લૂંટ કરેલ ટ્રકનો અકસ્માત !: ચાર શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE









હળવદ નજીક ડ્રાઈવરને લાફા ઝીકિને લૂંટ કરેલ ટ્રકનો અકસ્માત !: ચાર શખ્સો સામે નોંધાયો ગુનો

હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ પરિશ્રમ હોટલથી આગળના ભાગમાં ટ્રક લઈને પસાર થઈ રહેલા યુવાનના ટ્રક આડે કાર ઉભી રાખીને તેને અંતર્યો હતો અને ત્યારબાદ તેને લાફા મારીને ગાળો આપીને નીચે ઉતારી દીધો હતો અને તેનો ટ્રક અને ટ્રકમાં ભરેલ ૨૩ ટન ઘઉંના જથ્થાની લૂંટ કરવામાં આવી હતી જો કે, આગળ જતાં ટ્રક પલટી માટી ગયો હતો જેથી કરીને ઇજા પામેલા શખ્સોને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં ટ્રકના ડ્રાઇવર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ જુમાભાઇ જુણેજા જાતે સંધિ મુસલમાન (૩૧)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા, વિરલભાઈ શૈલેષભાઈ સોની અને એક અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ પરિશ્રમ હોટલથી આગળના ભાગમાં તે પોતાના હવાલા વાળા ટ્રક નં જીજે ૨૭ એક્સ ૪૨૩૫ માં કન્ટેનર રાખીને તેમાં ૨૩ ટન ઘઉંનો જથ્થો ભરીને નીકળ્યો હતો દરમિયાન તેના ટ્રકની આગળ આરોપી પોતાની ફોર વ્હીલ ગાડી ઉભી રાખી હતી અને ત્યારબાદ ફરિયાદી યુવાનને નીચે ઉતારીને લાફા મારી ગાળો આપી હતી અને ટ્રક તથા ઘઉં ભરેલ કન્ટેનરની લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા અને કુલ મળીને ૧૨ લાખના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી જોકે, લૂંટ કરીને ભાગવા જતા સમયે ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફરિયાદી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૯૪, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોધી આરોપીઓને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દવા પીધી

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતા જગદીશભાઈ હરજીભાઈ પટેલ (૬૧) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે કપાસમાં છાંટવાની દવા પી ગયા હતા જેથી કરીને તેઓને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી. આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના માથક ગામે રહેતા જશુબેન બનેસંગ (૫૦) નામના મહિલા પતિ સાથે બાઈકમાં જતા હતા ત્યારે માંડલ પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં જશુબેનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News