મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસેથી મળે મહિલાની લાશમાં મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE







ટંકારાના હડમતીયા પાસેથી મળે મહિલાની લાશમાં મૃતકની ઓળખ મેળવવા તજવીજ

ટંકારા તાલુકાના હડમતીયાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર વોકળા પાસે કોથળામાંથી મહિલાની લાશ મળી આવી હતી જેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી જોકે ફોરેન્સિક રિપોર્ટમાં મરણનું ચોક્કસ કારણ સામે આવ્યું ન હોવાથી મૃતક મહિલાના મરણના ચોક્કસ કારણને જાણવા માટે વિસેરા લેવામાં આવેલ છે અને મૃતક મહિલાની ઓળખ હજુ સુધી મળી નથી જેથી કૈરને મૃતક મહિલાની ઓળખ કોઇની પાસે હોય અથવા તો કોઈ મહિલા ગુમ થયેલ હોય તો તેની જાણ ટંકારા પોલીસને કરવા માટે અપીલ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ દલસુખભાઈ વાલજીભાઈ બોડા જાતે પટેલ રહે. મોરબી વાળાના ખેતરના સેઢા પાસે વોકડામાં કોથળાની અંદરથી મહિલાની લાશ મળી આવી હતી જેથી આ બનાવની દલસુખભાઈ બોડાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે લઈ ગયા હતા જોકે, ફોરેન્સિક પીએમમાં મરણ જનાર મહિલાના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને તેના શરીર ઉપર કોઈ બાહ્ય ઇજાના નિશાન જોવા મળતા નથી જેથી મૃતક મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં વીસેરા લેવામાં આવ્યા છે જેના આધારે આગળની તપાસ ચાલી રહી છે અને બીજી બાજુ મૃતક મહિલાની ઓળખ હજુ સુધી થઈ ન હોવાથી ટંકારાના પીએસઆઇ એમ.જે. ધાધલ અને તેની ટીમ દ્વારા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ કરી રહી છે સાથોસાથ હડમતીયા કે પછી ટંકારા તાલુકામાં કોઈની પાસે મૃતક મહિલાની કોઈ ઓળખ હોય કે પછી કોઈ મહિલા ગુમ હોય તો તેની માહિતી આપવા ટંકારા પોલીસે અપીલ કરેલ છે અને કોઈ પણ માહિતી હોય તો ટંકારા પોલીસ સ્ટેશનના મોબાઇલ નંબર ૭૨૬૫૦૮૭૭૩૪ અથવા ફોન નંબર ૦૨૮૨૨ ૨૮૭૭૩૩ ઉપર સંપર્ક કરવા પીએસઆઈ એમ.જે. ધાંધકે જણાવ્યુ છે






Latest News