વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર પાસે અકસ્માત સર્જીને બાઇક ચાલકનું મોત નિપજાવનાર ટ્રક ચાલકે સામે ગુનો નોંધાયો


SHARE









ટંકારાના કલ્યાણપર પાસે અકસ્માત સર્જીને બાઇક ચાલકનું મોત નિપજાવનાર ટ્રક ચાલકે સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરેથી પોતાનો ટ્રક ચલાવીને વાહનને બ્રેક લગાવી તેમ છતાં પણ બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને આધેડને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજયું હતી જેથી કરીને મૃતકના ભત્રીજાએ હાલમાં ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ધનજીભાઈ વશરામભાઈ દેસાઈ (૫૦) નામના આધેડ પોતાનું બાઈક લઈને ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં મૃતકના ભત્રીજા ભરતભાઇ કાનજીભાઇ દેસાઇ જાતે પટેલ (૩૪) રહે. ઓટાળા વાળાએ ટ્રક નંબર જીજે ૧૮ યુ ૭૩૮૯ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કાકા રોડ સાઈડમાં હતા દરમ્યાન ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનો ટ્રક ચલાવ્યો હતો અને પોતાના વાહનને બ્રેક લગાવી તેમ છતાં પણ તેને બાઈકને હડફેટે લીધું હતું જેથી ધનજીભાઈ દેસાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News