મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમના પાળા ઉપર તું આ બાજુ દેખાતો નહીં તેવું કહીને યુવાને લાકડી વડે માર માર્યો


SHARE









મોરબીના મચ્છુ-૨ ડેમના પાળા ઉપર તું આ બાજુ દેખાતો નહીં તેવું કહીને યુવાને લાકડી વડે માર માર્યો

મોરબીના લીલાપર રોડ ઉપર ગિરનારી આશ્રમની બાજુમાં રહેતો યુવાન મચ્છુ ડેમના પાળા ઉપરથી ચાલીને જતો હતો ત્યારે ત્યાં સ્કૂટર લઈને આવેલ શખ્સ દ્વારા “તું આ બાજુ દેખાતો નહીં તારે આ બાજુ આવવું નહીં” તેમ કહીને તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ગાળો દેવામાં આવી હતી જેથી ગાળો દેવાની ના કહેતા આ શખ્સે લાકડી વડે યુવાને માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાતોદડ વાવડીના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ગિરનારી આશ્રમની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ માવજીભાઈ વેગડા (૩૧)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ફરિયાદી અને તેના પત્ની શિલ્પાબેન નવા ગામની સીમમાં આવેલ લેનેક્ષા કારખાનામાં કામે જતા હોય કારખાનેથી રિક્ષામાં ઘરે જવા માટે શિલ્પાબેનને બેસાડીને ફરિયાદીએ ત્યાં આવેલ ઈંડાની લારીએથી ઈંડા લીધા હતા અને ડેમનો પાળો ચડતો હતો ત્યારે ત્યાં સ્કૂટર લઈને આરોપી કિરણ ઉર્ફે બેબલો અને તેની સાથે એક શખ્સ ત્યાં આવ્યા હતા અને કિરણએ વગર વાગે ફરિયાદી યુવાને ગાળો આપી હતી ત્યારે ગાળો દેવાની ના પાડતા તેણે લાકડી વડે ફરિયાદીને હાથે પગે અને પીઠના ભાગે માર માર્યો હતો અને કહ્યું હતું કે “તું આ બાજુ હવે દેખાતો નહીં તારે આ બાજુ આવવાનું નહીં” તેમ કહીને તેને માર મારીને કિરણ અને તેની સાથે આવેલ શખ્સ ત્યાંથી ચાલ્યા ગયા હતા ત્યારબાદ યુવાન ઘરે ગયો હતો અને ત્યાં તેની પત્નીને સમગ્ર વાત કરી હતી અને ત્યારબાદ ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ તે યુવાને કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામા રહે. લીલાપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪ અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાનને મારમાર્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા હુસેન કાસમ પિંજારા (૪૪) નામના યુવાનને તેના ભત્રીજાએ ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા શિલ્પાબેન સનીભાઈ માલવણીયા (૨૩) ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ વી.ડી. મેતા ચલાવી રહ્યા છે જેથી તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મહિલા ભૂલથી ફિનાઇલ પી ગઈ હોય તેને સારવાર માટે લઈને આવ્યા હતા




Latest News